દેહવ્યાપાર:પાટણનાં દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા કિસ્મત ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયુ
પાટણ શહેરનાં રેલવે સ્ટેશનથી કોલેજ રોડ જવાનાં માર્ગે આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષ આવેલું છે. આ કોમ્પ્લેક્ષમાં ચાલતા કિસ્મત ગેસ્ટહાસમાં પાટણ એસ.ઓ.જી.પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે. રેડ ને પગલે ગેસ્ટ હાઉસ માં ચાલતા દેહવ્યાપારનું કૌંભાંડ ઝડપાયું છે. પોલીસ દ્વારા હોટેલ ના સંચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.
પાટણ ના એસ.ઓ.જી. પી.એસ.આઇ. જે.જી. સોલંકી તથા સ્ટાફને રાજમહેલ રોડ પર આવેલા દેવદર્શન કોમ્પ્લેક્ષમાં તેના સંચાલક દ્વારા બહારથી સ્ત્રીઓ બોલાવીને દેહવ્યાપાર કરાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા કિસ્મત ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી અને અહીના રૂમોમાંથી બે મહિલાઓ ઝડપાઇ હતી. ઉપરાંત, એક પુરુષ પણ મળી આવ્યો હતો. હોટલનાં સંચાલક મુસ્તાક ઇસ્માઇલભાઇ હાજીભાઇ (રહે. કિમ્બુવા તા. સરસ્વતી, જિ. પાટણ)ની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.