- જગન્નાથ ભગવાનના આશીર્વાદ મેળવીને નોંધણી ની આરંભ કરવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર તેમજ પ્રદેશના પ્રભારી રઘુ શર્માના આદેશ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ડિજિટલ સભ્ય નોંધણી પાટણ શહેરના સમગ્ર વિસ્તારમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેને અનુસાર પાટણ શહેરના વોર્ડ નંબર 3 ના વિસ્તારના સર્વે સમાજના આગેવાનોને યુવા મિત્રોને તેમજ બહેનોને સભ્ય બનાવવાનો કાર્યક્રમ પાટણના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ ભગવાનના આશીર્વાદ મેળવીને કરવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 3ના મતદારોનો કોંગ્રેસ પક્ષના સભ્ય બનવા માટે અનેરો આવકાર મળ્યો હતો. ડિજિટલ સભ્ય નોંધણીના કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટીયા, હરેશભાઈ બારોટ અજય મોદી મુન્નાભાઈ સુકલ મધુભાઈ પટેલ વાણીયા શંભુજી ઠાકોર સંજય પટેલ કૌશિક ભાઈ સોની સોમાજી ઠાકોર જસુભાઈ ઠક્કર મુકેશભાઈ જોશી સુહાગ બારોટ રાહુલ બારોટ અંબાલાલ પટેલ પ્રીતેશ દવે રુબિન ત્રિવેદી મધુભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, મુકેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.