પાટણ શહેરમાં આડેધડ પાર્ક કરનાર વાહનોને પોલીસે લોક કર્યા બાદ પાંચ વાહનચાલકો લોક તોડીને વાહન લઈ જતાં વાહનચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. પાટણ શહેરનાં ચાર સ્થળે વાહનચાલકો જાહેરમા પોતાનાં વાહનો મૂકીને રસ્તામાં આવતા જતા વાહનોને અડચણરુપ બનતા અને પોતાનાં વાહનોને અડચણરૂપ થાય તે રીતે અનધિકૃત રીતે પાર્ક કરીને જતા રહ્યા હતા. વાહનોને પોલીસે શિક્ષાત્મક પગલાં લેવા માટે તેઓનાં વ્હિલ અને ટાયરમાં સરકારે આપેલા ખાસ પ્રકારનાં લોક મારી દીધા હતા.
૫ જેટલા વાહનોને પોલીસે લોક મારી દીધા હતા. છતાં જયારે પોલીસ તેની અન્ય કામગીરી કરીને પાછી આવી ત્યારે આ લોકને જે તે ગાડીઓના ચાલકોને તોડી નાંખીને ફેંકી દઈને ગાડીઓ લઈને જતા રહ્યા હતા. જેથી એક લોકને રૂ. ૧૫૦૦નું નુકશાન મળી કુલે રૂ. ૭૫૦૦નું નુકશાન થયું હતું. પોલીસે પાટણ શહેરનાં જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં અને શ્રીદેવ કોમ્પ્લેક્ષ આગળ બે વિસ્તાર માં ૫ વાહનોનાં ચાલકોએ લોક તોડીને ફેંકી ને વાહન લઈને જતા રહયા હતા. પોલીસે તેમની સામે ગુનાઓ નોંધ્યા હતા.