પાટણના નવા એસપી વિજય પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યો

0
141

હાલ ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓની બદલી-બઢતી મોટા પ્રમાણમાં થઈ હતી જેમાં પાટણ જિલ્લાનાં ૩૬માં પોલીસ અધિક્ષક તરીકે નિમાયેલા વિજય પટેલે પાટણ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદથી પાટણ આવી પહોંચેલા નવા એસ.પી. વિજય પટેલે વિદાય લેતાં એસ.પી, અક્ષયરાજ મકવાણા સાથે મુલાકાત કરી હતી અને તેઓ પાટણ એસ.પી. કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માન કરાયું હતું. નવા એસ.પી. વિજય પટેલે પાટણ જિલ્લાનાં તમામ અધિકારીઓનું અભિવાદન પણ સ્વિકારીને તેમનો પરિચય પણ મેળવ્યો હતો. સિદ્ધપુરનાં ડી.વાય.એસ.પી. સી.એલ.સોલંકી સહિત પોલીસ ડીવાયએસપી, પી.આઇ., પી.એસ.આઇ. કક્ષાનાં તમામ અધિકારીઓ એસ.પી. વિજય પટેલનું બુકેથી સ્વાગત કર્યું હતું. નવા એસ પી આગમનને લઇને કચેરી ઉપર સજાવટ કરવામાં આવી હતી. પાટણ એસ.પી. કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમનું ગાર્ડ ઓફ ઓર્નર આપી સન્માન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here