દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં ધૃણાસ્પદ બનાવ સામે આવ્યો છે, એક ગામે રહેતા એક પરિવારની સાત વર્ષ ત્રણ માસની માસુમ બાળકી પર ટ્યુશન કલાસીસમાં એક દાઢી વાળા શખ્સે તેમજ અન્ય શખ્સે છેલ્લા પંદર દિવસના ગાળામાં જુદા જુદા સમયે ટ્યુશન ક્લાસ અને એક રહેણાંક મકાને લઇ જઈ તેની સામે અભદ્ર વર્તન કર્યું હતું. દાઢી વાળા શખ્સે ટ્યુશન ક્લાસીસમાં જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ અન્ય આરોપીએ રહેણાંક મકાનમાં બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીઓએ બાળકીના હાથ પાછળથી બાંધી મોઢે મુંગો દઇ, કપડા કાઢી દુષ્કર્મ આચર્યુ હતું. બંને શખ્સો પોતાની સાથે અજુગતું કરતા હોવાની બાળકીએ ઘરે વાત કરતા બાળકીના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને શખ્સ ઉપરાંત મહિલા સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને લઈને પોલીસે આરોપીઓની ઓળખ મેળવી પકડી પાડવા કવાયત હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામેથી સમાજને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. જેમાં ટ્યુશન કલાસમાં જતી સાત વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે બે શખ્સોએ અડપલા કરી દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. આ શરમજનક ઘટનામાં એક મહિલાએ મદદગારી કરી હોવાનું પણ સામે આવ્યું છે.