આજરોજ પત્રકાર એકતા સંગઠન બાવળા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી બાવળા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં તાલુકા ની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ઝોન સહપ્રભારી શ્રી દિનેશભાઇ કલાલ અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખ પટેલ બાવળા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ બાવળાના પત્રકારો હાજર રહ્યાં હતાં કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રગટાવ્યા હતા દરેક પત્રકારની ઓળખ વિધિ કર્યા બાદ હાજર પત્રકારો દ્વારા શ્રી દિનેશભાઇ કલાલ તેમજ હસમુખ પટેલનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં દાદનભાઈ વોરા ભરતસિંહ ઝાલા કાળુભાઈ ચાવડા ચંદ્રકાન્તભાઈ સહદેવસિંહ પ્રવીણસિંહ કૃણાલભાઈ અશ્વિનભાઈ આહિર ધર્મેશભાઇ તેમજ મુકેશભાઈ ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી અને સાથે સાથે સાણંદ તાલુકાના પ્રમુખ તરીકે ચિરાગભાઇ પટેલ નિયુક્ત કર્યાં હતાં દિનેશભાઇ કલાલ દ્વારા પત્રકાર એકતા સંગઠનના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો અને લોકોને માહિતગાર કર્યા હતા કે ત્રીસ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનની કમિટી પૂર્ણ થઈ ગઈ છે ને ટૂંક સમયમાં દરેક જિલ્લામાં પત્રકારિકા સંગઠનની કારોબારીની રચના થઈ જશે હસમુખભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વ પત્રકારો આંતરિક મતભેદો ભૂલી અને સંગઠન માટે એક થઈને કામ કરવાનું છે લોકશાહી ઢબે બાવળા તાલુકાની પત્રકાર એકતા સંગઠનની રચના કરી પત્રકારો આઈસ્ક્રીમ ખાઈ છૂટાં પડ્યાં હતાં