ગુજરાત ના 28 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠન ની 29 માં જિલ્લા મહેસાણા ની મિટિંગ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.
આ મિટિંગ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા , પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાન સિંહ સરવૈયા,, પ્રદેશ આઇ.ટી.સેલ અધ્યક્ષ , પ્રદેશ અગ્રણી અંબારામ રાવલ, નીતિન ઘેલાણી, શૈલેષભાઈ પરમાર, રાજેશભાઈ જાદવ, ભરતસિંહ રાઠોડ, જગદીશ સિંહ રાજપૂત, દિનેશભાઈ કલાલ, હેમૂભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય મહેમાન તરીકે ક્રિકેટ એકેડમી ઓફ પઠાણ નાં અજયભાઈ બારોટ તેમજ વિષ્ણુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ પંડ્યા તેમજ ઉપસ્થિત મંચસ્ત મહાનુભવો નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાગ ભાઈ પંડ્યા એ પત્રકાર એકતા સંગઠન ની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકાર મિત્રો માહિતગાર કરતા જણાવ્યું કે આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણુક સર્વાનુમતે આપવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું ગુજરાતનું એક માત્ર પત્રકારો નું સંગઠન છે.
પ્રદેશ અગ્રણી એવા શ્રી ગિરવાનસિંહ સરવૈયા એ પોતાનું વક્તવ્ય આપતા પત્રકાર એકતા સંગઠન ની માળખાકીય વિગત વિશે હાજર પત્રકારમિત્રો ને અવગત કરવ્યા હતા.સંગઠન અગ્રણી એવા શ્રી નીતિનભાઈ ઘેલાણી એ શાબ્દિક ઉદ્બોધન માં સંગઠન થી પત્રકારોને થતા લાભ વિશે અવગત કરાવ્યા હતા.
પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્બોધન માં પત્રકારો ની વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે સરકાર દ્વારા આજ થી 25 વર્ષ પહેલા જે લાભ પત્રકારો ને આપવામાં આવતા હતા તે તંત્ર ની બેદરકારી ને કારણે હાલની સ્થિતિ એ બંધ છે.પત્રકાર એકતા સંગઠન વતી પ્રતિનિધિ મંડળ સાથે શાશક પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે બે તબ્બકા ની બેઠક યોજી મહત્તમ પ્રશ્નો નાં નિરાકરણ આવશે તેવી પત્રકારો ને નવી આશાની જ્યોત આપી છે અને પત્રકારો નાં હિત માટે નિર્ણય અપાવવા નું બીડું ઝડપી હાલ ની સ્થિતિ એ 29 મો જીલ્લો મહેસાણા ની કારોબારી ની રચના કરી હતી.
પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજી સર્વાનું મતે જિલ્લા પ્રમુખ તરીકે રાજેશભાઈ યોગી,(નિર્ભયામાર્ગ ન્યુઝ ),ઉપ પ્રમુખ તરીકે જયંતિ ભાઈ માંડલિક તેમજ અજયસિંહ જાદવ , મહા મંત્રી તરીકે મયુરભાઈ પંડ્યા તેમજ ગાયત્રીબેન ઝાલા, મંત્રી તરીકે સુનિલ કુમાર પટેલ તેમજ મનુભાઈ રાવલ, સહ મંત્રી તરીકે પ્રકાશભાઈ સોની તેમજ અરવિંદસિંહ ચાવડા અને આઇ.ટી. સેલ તરીકે અબ્દુલ્લા ખાન બાબી તેમજ ધ્રુવાં બેન ઠાકોર ની સર્વાનુંમતે વરણી કરાઈ હતી.
કાર્યક્રમના અંતે તિથિ ભોજન લઈ સૌ કોઈ છુટ્ટા પડ્યા હતા
બ્યુરો રિપોર્ટ મહેસાણા
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper