સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 7,8 એપ્રિલના રોજ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે “હમ કરે રાષ્ટ્ર આરાધન” વિષય પર વાર્ષિકમહોત્સવ “ઉડાન” કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના 820 થી વધારે બાળકોએ દેશભક્તિ, વિવિધતામાં એકતા, દેશની અખંડિતતા અર્થશાસ્ત્ર, પ્રાચીન અધ્યામિકતાના દર્શન, પર્યાવરણ, સ્ત્રી સશક્તિકરણ વગેરે મુદ્દાને આવરી ગૌરવપૂર્ણ વરસો, ભાતીગળ સંસ્કૃતિ અને શહીદોના બલિદાનોની ગાથાને નાટ્યરૂપે, નૃત્યરૂપે પ્રસ્તુત કરીને ભારતના ઈતિહાસને પરદા પર જીવંત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર), શ્રી કુબેરભાઈ ડીંડોર (મંત્રીશ્રી, ઉચ્ચશિક્ષણ, ગુજરાત સરકાર), શ્રી માન.ભુપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી, ગુજરાત) તથા ઓજસભાઈ હિરાણી (અધ્યક્ષ, સંસ્કારભરતી), અધિક સચિવશ્રી ભાવેશભાઈ એરડા, શ્રી અજયસિંહ ચૌહાણ (પૂર્વ મહામાત્ર, સાહિત્ય અકાદમી), ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી) રાકેશભાઈ વ્યાસ(ડી.ઈ.ઓ અમદાવાદ ગ્રામ્ય), શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા (ડી.ઈ.ઓ. અમદાવાદ શહેર)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
હમ કરે રાષ્ટ્ર આરાધન વિષય પર યોજયેલ આ કાર્યક્રમમાં બાળકોએ સૌને મંત્રમુગ્ધ કાર્ય હતા. વાર્ષિક મહોત્સવને અલગ જ રીતે ઉજવવા સમગ્ર મહોત્સવની સ્ક્રીપ્ટ ડૉ.જયેન્દ્રસિંહ જાદવે લખી હતી. વિશેષમાં આ મહોત્સવ પ્રસંગે સાણંદ નાગરના ઈતિહાસને આલેખતું ગીતની રચના ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કરી હતી. જે ગીતને કમ્પોઝ કરી બાળકોએ નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યું હતું. શાળા દર વર્ષે આપતા “વિદ્યાગુરૂસન્માન” માં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રવિણભાઈ પટેલ ઝાંપ પ્રાથમિક શાળા,સાણંદ અને શ્રેષ્ઠ આચાર્ય તરીકે નિલેષભાઈ આદ્રોજા સરી, પ્રાથમિક શાળા, સાણંદ પુરસ્કાર મંચસ્ત મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. વ્યક્તિ વિશેષ પુરસ્કારમાં ડૉ.રાજનભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીના એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું નૃત્ય નિદર્શન પનઘટ કલા કેન્દ્ર ભાવિનભાઈ પટેલે કર્યું હતું. નાટ્ય નિર્દેશન પ્રસિદ્ધ નાટ્યવિદ્દ અર્ચનભાઈ ત્રિવેદી એ કર્યું હતું.પ્રધાનઆચાર્ય ડૉ. મનિષભાઈ દેત્રોજા અને પ્રમુખશ્રી સાગરસિંહ વાઘેલાએ સૌ- વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી હરદ્વારભાઈ ગોસ્વામીએ સુંદર રીતે કર્યું હતું