નરેશ પટેલ કોઇ પક્ષમાં જાેડાય તો તેમણે ચેરમેન પદેથી રાજીનામૂં આપવું પડે

0
140
naresh-patel

ખોડલધામ ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટમાં સામેલ વ્યક્તિ જાે કોઇ ચૂંટણી લડે અથવા તો રાજકીય પક્ષ સાથે જાેડાય તો તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામુ આપવું પડે એટલે કે જાે નરેશ પટેલ કોઇ પક્ષમાં જાેડાય તો તેમણે ચેરમેન પદેથી રાજીનામૂં આપવું પડે,પરંતુ ખૂદ નરેશ પટેલ જ આ બંધારણનો અનાદર કરવા જઇ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો પોતે ચેરમેન પદે પણ કાયમ રહેશે તેવો આડકતરો ઇશારો કરી દીધો છે. તેમણે કહ્યું કે,હાલની ખોડલધામનાં ચેરમેન તરીકેની જવાબદારી કોઈપણ રાજકીય પાર્ટીનાં હોદાથી ઉતમ છે રાજકારણમાં જાેડાવવા મારી વ્યક્તિગત ઈચ્છા છે પણ યુવાનોનો સુર છે કે ખોડલધામમાં પણ રહો, સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો.

ઘણાં સમયથી એક સવાલ આવી રહ્યો છે કે રાજકારણમાં પ્રવેશ સાથે ટ્રસ્ટ છોડશો કે કેમ,આ સવાલના જવાબમાં યુવાનો અને સમાજની લાગણી એવી છે કે નરેશભાઇ રાજકારણમાં પ્રવેશ પણ કરે તો પણ તેઓ ખોડલધામ સાથે જાેડાયેલા રહે અને યુવાનોને માર્ગદર્શન કરે. આ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટમાં રાજકીય વ્યક્તિને પ્રવેશ નહિ હોવાનો બંધારણનો મારે આદર કરવો જ જાેઇએ અને આ આદર પ્રમાણે મારે ટ્રસ્ટમાંથી રાજીનામૂં આપી દેવું જાેઇએ પરંતુ સમાજની જે લાગણી હોય તેને પણ મારે સ્વીકારવી જાેઇએ.એટલે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ આવશે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ અને સમાજના લોકો જે ર્નિણય લેશે તે સ્વીકાર્ય રહેશે.

ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી જાે કોઇ રાજકીય વ્યક્તિઓને ચૂંટણી લડવી હોય તો ટ્રસ્ટમાંથી રાજીનામૂં આપવું પડે તેવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું આ બંધારણ મુજબ ટ્રસ્ટમાંથી ત્રણ ટ્રસ્ટીઓ વર્ષ ૨૦૧૭માં રાજીનામાં આપ્યા હતા.વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દિનેશ ચોવટીયા,રવિ આંબલિયા અને મિતુલ દોંગાએ ટ્રસ્ટમાંથી રાજીનામૂં આપીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું ત્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા તેઓએ ટ્રસ્ટ છોડવું પડે પરંતુ અંતે તો તેનું ટ્રસ્ટી મંડળ ર્નિણય લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here