સોનીની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકમાં પકડી ગુનો ડીટેક્ટ કરતી સાણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય
પોલીસ મહાનિરીક્ષકશ્રી વી.ચન્દ્રશેખર સાહેબ તથા પોલીસ અધીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ સુચના આપેલ હોય જે આધારે ના.પો.અધિ.શ્રી એન.ડી.ચૌહાણ સાહેબની સુચનાથી પો.ઇન્સ.શ્રી વી.ડી.મંડોરા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હે.કો અલ્પેશભાઇ, નિરંજનભાઇ તથા પો.કો. ભરતભાઇ નાઓની સંયુક્ત બાતમી આધારે સાણંદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૫૦૨૨૦૧૪૦ ઇ.પી.કો કલમ ૩૮૦,૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોનાની કડીઓ નંગ-૪૮ (જોડી નંગ ૨૪) ની કિં. રૂ.૧,૧૦,૦૦૦/- ની મત્તાની તથા ગુન્હામાં વાપરેલ ઓટોરીક્ષા નં. GJ 01 TF 1588 કિ.રૂ. ૭૦,૦૦૦/- સહિત કુલ્લે રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
આરોપીઓના નામ:-
(૧) રોનકભાઇ વિનુભાઇ દંતાણી રહે,રાણીપ ડીમાર્ટની સામે શક્તિ નગર અમદાવાદ (૨) અજયભાઇ રમણભાઇ દેવીપુજક રહે,ધોળકા મળાવ તળાવની પાળ ઉપર તા-ધોળકા જી,અમદાવાદ (૩) પ્રવિણભાઇ કિશનભાઇ દંતાણી રહે,નારણપુરા એ.સી.આર ચાર રસ્તા પાસે નારણપુરા અમદાવાદ વિરૂધ્ધ વટવા, અમરાઇવાડી, બોપલ, તથા શાહીબાગ પો.સ્ટે.માં કુલ ચાર ચોરીના ગુન્હાઓ નોંધાયેલ છે. (૪) ગુડ્ડીબેન વા/ઓફ પ્રવિણભાઇ દંતાણી રહે,નારણપુરા એ.સી.આર ચાર રસ્તા પાસે નારણપુરા અમદાવાદ (૫) પુનમબેન વા/ઓ ગણપતભાઇ હિરાજી ઠાકોર રહે.સોલા ક્રોસ રોડ, એ.સી.ચાર રસ્તા પાસે, ઝુંપડાંમાં, નારણપુરા અમદાવાદ વિરૂધ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પો.સ્ટે.માં પ્રોહિ.ના કુલ-૮ ગુન્હાઓ નોંધાયેલ છે.
સારી કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓના નામ પો.ઇન્સ.શ્રી વી.ડી.મંડોરા, પો.સબ.ઇન્સ.શ્રી એમ.જે.ઝાલા, જી.કે.ચાવડા, એ.એસ.આઇ. મુમતાજબેન અબ્દુલભાઇ, અ.હે.કો અલ્પેશભાઇ મોહનભાઇ, નિરંજનભાઇ ગોવિંદભાઇ, સહદેવસિંહ ઘનશ્યામસિંહ, ગોપાલભાઇ મીઠાભાઇ પો.કો. વિષ્ણુભાઇ કુબેરભાઇ, ભરતભાઇ વિજયભાઇ, કિરિટસિંહ હેમુભાઇ