મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ ૨૦૨૨ ના બે દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડીને ચોંકાવી દીધી હતી. પરંતુ આ માત્ર તેમની સાથે જાેડાયેલી વાત નથી જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આઈપીએલ ૨૦૨૨માં એમએસ ધોનીની બેટિંગ પણ એક અલગ લેવલ પર જાેવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સિઝનની પહેલી જ મેચમાં તેણે તોફાની રીતે અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સિક્સર વડે ઇનિંગની શરૂઆત કરી હતી. જાે કે ધોનીની ઓળખ એક આક્રમક બેટ્સમેન તરીકેની રહી છે, પરંતુ તેની ઉંમર જે તબક્કે છે તે તબક્કે બહુ ઓછા લોકોને તેની પાસેથી આવી બેટિંગની અપેક્ષા હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની ૧૯મી ઓવરમાં ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ અવેશ ખાનની ઑફ-સાઇટમાં લાગેલા શોર્ટ બોલને સિક્સરના રુપમાં ફટકારી દીધો હતો.
આ શોટ વધારાના કવરની ઉપર ગયો અને પ્રેક્ષકોમાં જઈને પડ્યો હતો. આઈપીએલમાં આ પ્રથમ વખત હતુ, જ્યારે ધોનીએ સિક્સર સાથે ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ ધોનીએ આગળના બોલને પાછળની દિશામાં ચાર રન માટે મોકલ્યો. આ સાથે ધોનીએ બે બોલમાં ૧૦ રન બનાવ્યા હતા. તેણે પછીના બે બોલ પર બેટ પણ ખસેડ્યું પરંતુ બોલનો સંપર્ક થઈ શક્યો નહીં. પરંતુ ધોની પાસે જે પ્રકારની બેટની સ્પીડ હતી તે જાેઈને એવું લાગી રહ્યું હતું કે જાે બોલ સાથે સંપર્ક હોત તો ચોક્કસ બાઉન્ડ્રી મળી શકી હોત. એમએસ ધોનીએ ૨૦મી ઓવરમાં બે બોલ રમવાના હતા. આમાંથી એક પર બે રન આવ્યા અને બીજી પર ચોગ્ગો લાગ્યો. યોગાનુયોગ, બાઉન્ડ્રી બોલ ઇનિંગનો છેલ્લો બોલ હતો. ધોની માટે ઈનિંગના છેલ્લા બોલ પર મોટો શોટ મારવાની પરંપરા રહી છે.
આ રીતે ધોની છ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૧૬ રન બનાવીને પાછો ફર્યો હતો. તેનો સ્ટ્રાઈક રેટ ૨૬૬ હતો. આઈપીએલ ૨૦૨૨ ની બંને મેચોમાં તે અત્યાર સુધી અણનમ રહ્યો છે. તેણે પ્રથમ મેચમાં ૩૮ બોલમાં અણનમ ૫૦ રન બનાવ્યા હતા. એમએસ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૧૬ રનની ઇનિંગ સાથે ્૨૦ ક્રિકેટમાં ૭૦૦૦ રન પણ પૂરા કર્યા. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, સુરેશ રૈના અને રોબિન ઉથપ્પા આ મુકામ પર પહોંચી ચુક્યા છે. ૭૦૦૦ ્૨૦ રનમાંથી ધોનીએ ઝ્રજીદ્ભ માટે ૪૬૮૭, ભારત માટે ૧૬૧૭, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ માટે ૫૭૪ અને ઝારખંડ માટે ૧૨૩ રન બનાવ્યા છે.