જંબુસર તાલુકામાં ઊબેર ગામનાં લોકો નેત્રંગ ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનમાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ બાદ ચાલું થવાનો હતો. ગામથી વેહલા આવી જતાં નેત્રંગ નજીક ધાણીખૂંટ ગામે આવેલા કરજણ નદી પરના રમપમ ધોધની મુલાકાતે ગયા હતા. જ્યાં નાહવા પડેલાં સાથી મિત્રો સાથે અચાનક આ ઘટના બની હતી. પોલીસ સ્ટેશને જાણ થતાં નેત્રંગ પોલિસે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરી હતી. અન્ય એક યુવક ને ૧૦૮ મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ રેફર કરાયો હતો. જ્યારે વિશાલ પરમાર અને રાકેશ પઢિયારને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાં હતાં.
હસમુખ વસાવાએ કહ્યુંકે નદીથી નજીક મારુ ઘર આવેલું છે, અંદાજે ત્રણેક વાગ્યે નદી પાસેથી જાેરથી બૂમો સંભળાતી હતી, કુતૂહલવશ શું થયું તે જાેવા હું દોડતો ગયો, મારી ફળિયાના લોકો પણ દોડ્યા. નજીક જાેયું તો માણસોનું ટોળું હતુ. બે જણ નદીમાં ડૂબી રહ્યાં હતા. કંઈ પણ વિચાર્યા વગર અમે નદીમાં ઝંપલાવી એકાદ કલાકની મહેનત બાદ બે જણને પાણીની બહાર કાઢ્યા હતા. યુવાનોએ ખૂબ પાણી પી લીધું હતું.નેત્રંગના ઘણીખૂટ ગામે કરજણ નદી પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ ઉપર વિકેન્ડ માણવા આવેલાં બે યુવાનો ડૂબી જતાં મોત ને ભેટ્યાં હતા. જયારે અન્ય ડૂબતા યુવકને બચાવી લેવાયો હતો. આ યુવકની તબિયત વધારે લથડતાં અંકલેશ્વર ખાતે રીફર કરવામાં આવ્યો હતો.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper