રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થરાદ પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર
ધંધુકા અને રાધનપુરના શેરગઢના મામલે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા કરી માંગ..
થરાદ ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે ધંધુકા મુકામે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા થયેલ કરપીણ હત્યા અને રાધનપુરના શેરગઢ મુકામે ચૌધરી સમાજની દિકરી ઉપર થયેલ જીવલેણ હુમલાને રાષ્ટ્રીય રાજપુત કરણીસેના ટીમ સખત શબ્દોમાં વખોડે છે અને અમને વિશ્વાસ છે કે આપ જલ્દી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ન્યાય અપાવશો તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ સમગ્ર હિન્દુત્વ ઉપર એક તમાચો છે અને મામુલી મૌલવીઓના કનેક્શન પાકિસ્તાનની આતંકવાદી સંગઠન સાથે સંબંધો હોય તો દેશની તમામ મદ્રેશા અને મસ્જિદોની તપાસ કરવામા આવે અને આવા મોલવીઓને આતંકવાદી જાહેર કરીને ફાંસીની સજા કરવામાં આવે તેમ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ જણાવ્યું હતું, વધુમાં અંદરના આતંકવાદીઓ દેશ માટે બહુ જ ખતરનાક સાબિત થઈ રહ્યા હોઈ દોષિતોને સજા થાય તેવી ઉગ્ર માંગ કરી થરાદ પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper