દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પોઝિટિવિટીના આંકડા પહેલી વખત દોઢ લાખને પાર થઈ ગયા છે. ૨૪ કલાકમાં સંક્રમણના ૧ લાખ ૫૯ હજાર ૪૨૪ કેસ સામે આવ્યા છે અને ૩૨૭ લોકોના મોત નિપજ્યા છે. આજે ૪૦,૦૦૦થી વધુ લોકો રિકવર થયા છે.દેશમાં કોરોનાની ત્રીજી લહેર લોકોને ડરાવી રહી છે. ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટિંગ કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, સહિત અનેક અધિકારીઓ સામેલ થયા. આ પહેલાં વડાપ્રધાન મોદીએ ૨૨ ડિસેમ્બર અને ૨૬ નવેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બંને જ મીટિંગમાં ઁસ્એ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર જાેર આપ્યું હતું. તેઓએ દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પણ નિર્દેશ આપ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ૨૨ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને લઈને અધિકારીઓ સાથે હાઈ લેવલ રિવ્યૂ મીટિંગ કરી હતી. લગભગ એક કલાક ચાલેલી આ બેઠકમાં હેલ્થ મિનિસ્ટ્રી સહિત ઘણા વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા. વડાપ્રધાને સ્થિતિની માહિતી લેવાની સાથે સરકારની તૈયારીઓ પણ જાણી હતી. ઁસ્એ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવાના નિર્દેશ આપ્યા હતા. સાથે જ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારીને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારુ કરવા પર ભાર આપ્યો હતો. વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટની શરૂઆતમાં ૨૬ નવેમ્બરે વડાપ્રધાને અધિકારીઓની બેઠક બોલાવીને ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં છૂટ આપવાના પ્લાનિંગ પર બીજી વખત વિચારણા કરવાનું કહ્યું હતું. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સંક્રમણનો આંકડો પહેલી વખત દોઢ લાખને વટાવી ગયો છે.
૨૪ કલાકમાં સંક્રમણના ૧ લાખ ૫૯ હજાર ૪૨૪ કેસ પ્રકાશમાં આવ્ય છે અને ૩૨૭ લોકોના મૃત્યુ થયા છે. આજે ૪૦,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે. દેશમાં ઓમિક્રોનના કેસ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ નવા દર્દી નોંધાયા છે. તેની સાથે જ દેશમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા ૩૬૨૩ થઈ છે. આ વેરિયન્ટથી સંક્રમિત થયેલા ૧૪૦૯ દર્દી સાજા થયા છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper