બન્ને નેતાઓ બે દિવસના ગુજરાત પ્રવાસે
કેજરીવાલ તેમજ ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. સૌ પ્રથમ બન્ને નેતા ગઈકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આજે અમદાવાદમાં તેઓના વિવિધ કાર્યોક્રમો થવાના છે. બન્ને નેતાઓ ગાંંધી આશ્રમની મુલાકાતે ગયા હતા જ્યાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આજે બપોરે તેમનો એક રોડ શો પણ આયોજીત કરવામાં આવ્યો છે જેમાં બન્ને નેતાઓ ભાગ લેવાના છે. કેજરીવાલની ગુજરાત મુલાકાતને આગામી વિધાનસભાની ચુંટણી સાથે પણ જોવામાં આવી રહ્યો છે. પંજાબ જીત્યા બાદ હવે ગુજરાત જીતવાના આશય થી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું જોર લગાવી રહી છે.
બ્યુરો રિપોર્ટ મહેસાણા