થરાદના શેણલનગર સોસાયટી રાજપૂત વાસ માં ધરણીધર ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં આજે શ્રી ધરણીધર ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શેણલ માતાજીના મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. બસ સ્ટેશન થી બળિયા હનુમાન મંદિર પાસેથી મુખ્ય બજાર થી જોની ગંજ બજાર માંથી કાજી વાસ થી જૈન દેરાસર થીવિષ્ણુ ભગવાનના મંદિર થી પ્રત શેણલનગર સોસાયટી રાજપૂત વાસ માં ધરણીધર ભગવાનના મંદિરે પરત ફરી હતી.
આ શોભાયાત્રામાં શ્રી ધરણીધર ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠાના ચડાવવાના દાતા દ્વારા શ્રી ધરણીધર ભગવાન ને રથમાં બેસાડી અને શોભાયાત્રા ફરી હતી તેમાં લક્ષ્મણ ભગત તેમજ રામ લખનદાસ બાપુ ચારડા ઉપસ્થિત રહ્યા હતા.
થરાદના રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને રાવણા રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને મોટી સંખ્યામાં અન્ય સમાજના લોકો અને મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા.
આ શોભાયાત્રામાં ડીજે ના કાલે ભકતો ઝુમી ઉઠયા હતા, લોકગાયક શ્રધ્ધા વાણીયા દ્વારા ધરણીધર ભગવાનના ગરબા ગાઈ અને ભક્તોના મન મોહી કરી દિધા હતા તેમજ શોભાયાત્રામાં યુવકો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી તેમજ આ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં સોની સમાજના એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ સોની સહિતના અન્ય સમાજ દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રા નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કાજી વાસ માં મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઇ પઠાણ સહિતના મુસ્લિમ સમાજ ના અને મેમણ સમાજના આગેવાનો દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
થરાદ ખાતે શ્રી ધરણીધર ભગવાનની ભવ્ય મંદિર બનાવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજ તરફથી ધરણીધર ભગવાનના મંદિરમાં ૧૧ હજાર રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું, ત્રણ દિવસ ધરણીધર ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં શાસ્ત્રી હિતેષભાઇ લવાણા વાળા દ્વારા અને પંડીતો દ્વારા મંત્ર જાપ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ