લોકોમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિનું વૈરાગ્ય જાગી ક્રાંતિકારી વિચાર પેદા થાય તેવા ઉદ્દેશ્યથી સેવાભાવી સંગઠનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે થરાદના શ્રી બળીયા હનુમાન મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા સાહિત્ય પ્રદર્શન અને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, આરએસએસ દ્વારા આયોજીત સાહિત્ય પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આજ ૨૮ મી ફેબ્રુઆરીના સાંજે ૫ થી ૭ વાગ્યાના સુમારે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. રાષ્ટ્ર સાંસ્કૃતિક વિચારધારાવાળું લોકભાગ્ય ઉતમ સાહિત્ય દ્વારા એક સુસંસ્કૃત સમાજના નિર્માણ હેતુસર સાહિત્ય વેચાણ યોજના હેઠળ પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોઈ પુસ્તક ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા, આ પ્રસંગે જીલ્લા પ્રચાર પ્રમુખ હિતેશભાઈ શાહ, જીલ્લા પ્રચાર ટીમ સદસ્ય વિક્રમભાઈ માળી, થરાદ તાલુકા સંઘ સંચાલક કાશીરામભાઈ પુરોહિત, થરાદ નગર કાર્યવાહ ભરતભાઈ પુરોહિત, જીલ્લા પ્રચાર ટીમ સદસ્ય હાજાજી રાજપૂત સહિત સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ