થરાદ ખાતે માનવ ગરિમા યોજના હેઠળ કીટનું વિતરણ કરાયું
માનવ ગરિમા યોજના અંતર્ગત ૨૪મી ફેબ્રુઆરીના રોજ પાલનપુર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ગરીબ કલ્યાણ મેળાના કરાયેલ આયોજનમાં બહેનો અને ભાઈઓના ફોર્મ ભરી યાદી તૈયાર કરાઈ હતી, તેમજ યોજાયેલ મેળામાં સરકાર તરફથી બ્યુટી પાર્લર કીટ, દિવેટ વળાટ મશીન, પાપડ બનાવવાના મશીન સહિત અન્ય વિવિધ કીટો આપવામાં આવી હતી. જોકે ગરીબ કલ્યાણ મેળામાં સરકાર તરફથી મળેલ કીટોનું યાદી લિસ્ટ મુજબ જે-તે વ્યક્તિઓને રૂબરૂમાં બોલાવી થરાદ તાલુકા ઠાકોર સમાજના મહિલા અગ્રણી લક્ષ્મીબેન ઠાકોરે કીટનું વિતરણ કર્યું હતું, જેમાં થરાદ, વાવ, ભાભર, સુઈગામ સહિતના તાલુકાઓમાં અંદાજિત ૧૮૫ થી વધુ કીટોનું ગરીબ કલ્યાણ યોજના હેઠળના જે-તે વ્યક્તિઓને કીટ વિતરણ કરી માનવ ગરિમા યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળા થકી સેવાકીય પ્રવૃત્તિ આરંભવા બદલ મહિલા અગ્રણીએ સરકારનો આભાર માન્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ