ચૂંટણીનો માહોલ પૂર્ણ થતાં ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોની ટીમની નિયુક્તિ થયા બાદ ગ્રામ સભાઓ યોજાઈ રહી છે, ત્યારે થરાદના દિદરડા ગામે ગૃપ ગ્રામપંચાયતે ગ્રામ સભા યોજાઈ હતી. દિદરડા ગામે યોજાયેલ ગ્રામસભામાં વિવિધ કામગીરી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી, જેમાં દિવાલ બાંધકામ, પાણીની ટાંકીનું બાંધકામ, છનાસરા ગામે શિવ મંદિર નજીક પક્ષીઘર, ગાદીશા પીરની જગ્યાએ કોમ્યુનિટી હોલનું કામ, પ્રાથમિક શાળામાં સેનીટેશનનું કામ, દિદરડાથી ભુરીયા તરફ ડામર રોડનું કામકાજ માટે રજૂઆત સહિતની અનેક ચર્ચા વિચારણાઓ કરાઈ હતી. દિદરડા ગૃપ પંચાયતમાં યોજાયેલી ગ્રામ સભામાં નવનિયુક્ત સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી કમ-મંત્રી, માજી સરપંચ સહિત સભ્યો, ગામના અગ્રણીઓ, યુવાનો, માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ