થરાદના કમાલી ગામે ખેડૂતલક્ષી સેમિનાર યોજાયો
ગતરોજ થરાદ તાલુકાના કમાલી ગામમાં થરાદ તાલુકા વિભાગ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂત સેમીનાર રાખવામાં આવ્યો હતો, જેમાં ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ CBBO અસ્તિત્વ વેલેર ફાઉન્ડેશન એન્ડ નીર હોર્ટીકલચના ડિરેક્ટર હાજર રહ્યા હતા, કમાલી ગામ અને આજુબાજુના ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા. આ પ્રસંગે એફપીઓના તમામ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યાં હતાં અને એફપીઓ, સીબીબીઓ, સીએસસી દ્વારા ખેડૂત મિત્રોને એફપીઓ વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોઈ ગામ લોકોએ આ સેમિનારને સફળ બનાવ્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ