*તાલુકા હેલ્થ ઓફિસ સાણંદ દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો
આજ રોજ તા 25/03/2022 ના રોજ અવરલેડી પિલાર હોસ્પિટલ નિધરાડ સાણંદ ખાતે તાલુકા કક્ષાનું આશા સંમેલન કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી ડૉ અલ્પેશ ગાંગાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરશ્રી ઓ અનેઅર્બન હેલ્થ સેન્ટર સાણંદ ના મેડિકલ ઓફિસરશ્રી તેમજ મોટી સંખ્યામાં આશાબહેનો કાર્યક્રમ માં બહોરી હાજરી આપી જેમાં આરોગ્યની તમામ યોજના ની માહિતી આપવામાં આવી. જેમાં આરોગ્યલક્ષી યોજનાઓ નો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને કેવી રીતે આપી શકાય તે અંગે આશા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેમજ વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરેલ આશા બહેનો નું સન્માનપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:-ચિરાગ પટેલ(સાણંદ)