તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા દ્વારા પત્રકાર સાથે અશોભનીય અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં આવેદન અપાયું

0
320

પત્રકાર એકતા પરિષદ સમગ્ર રાજ્યના 33 જિલ્લા અને 252 તાલુકામાં કારોબારી ધરાવતી પત્રકારોના હિતમાં કાર્ય કરતી એકમાત્ર રાજ્યવ્યાપી સંસ્થા છે. આ સંસ્થાના સાબરકાંઠા જિલ્લા એકમના મહામંત્રી શ્રી વિપુલસિંહ સોલંકી સાથે તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભગવતસિંહ ઝાલા દ્વારા ખૂબ જ તોછડાઈ અને ઉદ્ધતાઈભર્યુ વર્તન કરીને તોડબાજ કહીને આક્ષેપબાજી કરીને અપમાનિત કરવામાં આવેલ છે.

તલોદ તાલુકાના બોરીયા બેચરાજી ખાતે છુટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં 47 વર્ષીય મહોબતસિંહ આદરસિંહ સોલંકી દ્વારા હપ્તાની રકમ બાબતે થયેલ અન્યાય બાબતે મીડિયા સમક્ષ એટલે કે શ્રી વિપુલસિંહ સોલંકી ન્યાયની માંગણી કરીને પોતાને ન્યાય મળે તે બાબતે જાણ કરી હતી. શ્રી વિપુલસિંહ સોલંકી દ્વારા તેઓની વિડિયો બાઈટ પણ લેવામાં આવી અને તે અંગેના સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

સમાચાર સોશ્યિલ મીડિયામાં વાયુવેગે પ્રસરી જતાં બદનામીના ડરે બોરીયા બેચરાજી ગામના પટાવાળા જગતસિંહ બળવંતસિંહ ઝાલાએ પત્રકાર વિપુલસિંહ સોલંકીનાઓ વિરુદ્ધ ખોટી અને મનઘડંત રીતે મનમાનીપૂર્ણ અરજદાર મહોબતસિંહ આદરસિંહ સોલંકી પાસેથી એફીડેવિટ કરાવી લીધું હતું. આ સમગ્ર બાબતે તેઓ દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિઓ છતી થઈ જવાની ભીતિ સેવાતા તેઓ દ્વારા પત્રકારને અપમાનિત કરીને તોડબાજ કહીને અશોભનીય વર્તન આચરેલ છે.

પત્રકાર પાસે અરજદારની વિડિયો બાઈટ પણ ઉપલબ્ધ છે જેમાં અરજદાર પોતે જ અન્યાય થયા અંગે જણાવી રહ્યાં છે પરંતુ રાજકીય વગનો દુરુપયોગ કરીને જે કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ નિંદનીય અને વખોડવા લાયક કૃત્ય છે. શ્રી વિપુલસિંહ સોલંકી સાથે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર પત્રકાર એકતા પરિષદ આ બાબતનો વિરોધ કરી ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવા અંગે આજરોજ સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here