ડીસાના ઢુવા ગામે જયશ્રી બુટેશ્વર મહાદેવ મંદિર માં સમાજના અગ્રણી 1.11 લાખનું દાન

જાગીરદાર ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલાએ દાન આપ્યું

0
366

ડીસાના ઢુવા ગામે જયશ્રી બુટેશ્વર મહાદેવ મંદિર માં જાગીરદાર સમાજના અગ્રણી એ રૂપિયા 1.11લાખનું માતબર દાન આપતા ગ્રામજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના ઢુવા ગામે ઠાકોર સમાજ દ્વારા નવનિર્મિત જયશ્રી બુટેશ્વર મહાદેવના મંદિરના નિર્માણમાં સોમવારે જાગીરદાર ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા પણ પાવન કાર્યમાં સહભાગી થવા ઢુવા ગામે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.જ્યાં તેમણે મંદિરમાં નવનિર્માણ માટે 1,11,111 રૂપિયા ફાળો આપ્યો હતો ત્યારે સમગ્ર ઢુવા ગામના ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઢુવા ગામના ઠાકોર સમાજના અગ્રણી, આગેવાનો, સરપંચ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં બહાદુરસિંહ વાઘેલા સાથે આવનાર ઝાબડીયા સરપંચ લાલસિંહનું પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Source – divya bhaskar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here