ડમ્પરે અચાનક ટર્ન મારતા બાઈક ચાલક પાછલા ટાયર નીચે કચડાયો

0
32

વરેલીમાં 3 દિવસમાં બીજો અકસ્માત

પલસાણા તાલુકાના વરેલી ગામના પાટીયા પાસેથી ગત રોજ મોડી સાંજના સુમારે એક ઇસમ બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક ડમ્પર ચાલક પુરઝડપે હંકારી લાવી બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

અકસ્માત અંગે મળતી માહીતી અનુસાર કડોદરા પંથકમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોય તેમ વધુ એક બાઇક ચાલકને અડફેટે લેતા મોત નીપજયું હતું. એક જ અઠવાડીયામાં આ ત્રીજો અકસ્માત થયો છે. જેમાં વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. કડોદરા ખાતે ગુરુકૃપા સોસાયટીમાં રહેતા સુરેશ સુભાષભાઈ સૂર્યવંશી નાઓ મોટરસાઇકલ નંબર GJ-05-DL-7828 લઇ રવિવારે સાંજના સમયે વરેલી ગામના પાટીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે એક ડંમ્પર નંબર GJ-21- W-6690 ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સર્વીસ રોડ પરથી બેફામ રીતે સર્વિસ રોડ પરથી કડોદરા મેઇન રોડ પર ચડાવી મોટરસાઈલને ડમફરના પાછળના ટાયરમાં અડફેટમાં લેતા મો.સા. ચાલક સુરેશભાઇ સૂર્યવંશીના માથાના ભાગેથી ડમફરનું ટાયર ફળી વળતા ગંભીર ઇજાઓ પહોચતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ અંગે કડોદરા પોલીસે ડમફરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથધરી હતી.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here