ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસો ને ધ્યાન માં રાખીને રાજ્ય સરકારે ૧૦થી ૧૨ જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ મોકૂફ રાખવાનો ર્નિણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૮ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે. અમદાવાદ માં રીવરફ્રન્ટ ખાતે યોજાતા ફલાવર શોમાં પણ હજારોની ભીડ ભેગી થાય અને કોરોના સુપર સ્પ્રેડર બને તે પહેલાં ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ૪ જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટી શકે છે ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના માટે ૪ જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું.
સમારોહમાં રાજ્યના ૫૦૦થી વધુ સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી ૫૦થી ૧૦૦ લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. છસ્જી બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતા હોય એમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ૫ જાન્યુઆરીએ શહેરમાં નવા ૧૬૩૭ અને જિલ્લામાં ૨૩ મળીને અમદાવાદમાં કુલ ૧૬૬૦ કેસ નોંધાયા છે. ૧૯ મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ ૧૬૦૦નો આંકડો કુદાવ્યો છે. ૧૯ મે, ૨૦૨૧ના રોજ શહેર અને જિલ્લામાં ૧૩૨૪ કેસ આવ્યા હતા. જ્યારે શહેરમાં ૫૨ અને જિલ્લામાં ૧૦ મળીને કુલ ૬૨ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જાેકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. ઓમિક્રોનના ૩૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. ૧૫થી ૧૮ વય જૂથનાં ૪૦૧૬૪ બાળકોનું વેક્સિનેશન કરાયું છે.