ર્ડો શાંતિભાઈ પટેલ સાણંદ માટે એક ગૌરવ સમાન વ્યક્તિ દ્રારા સાણંદ ને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે વર્ષો અગાઉ સ્થાપના કરેલ સંસ્થાઓ,સ્કૂલ, છાત્રાલય,ખાદી કેન્દ્રોની સ્થાપના કરેલ તેમના નિધન પછી હયાત ટ્રસ્ટીઓના આંતરિક વિવાદોના કારણે આવી સંસ્થાઓની મિલ્કત નગરપાલિકા દ્રારા ખુબ જ વર્ષોના બાકી ટેક્ષોના કારણે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ આ જાણી સાણંદ નગર જનતા દુઃખ ની લાગણી અનુભવે છે ટ્રસ્ટીઓ પ્રત્યે તેઓ ના ખરાબ વહીવટ ના કારણે સંસ્થાઓનો વહીવટ ખાડે ગયેલ હોવાથી આક્રોશ વ્યક્ત કરેલ છે જેડીબા હાઈસ્કૂલ જેવી સંસ્થા જર્જરિત થઇ ગયેલ છે વિદ્યાર્થીઓનું બેસવું પણ જોખમી છે છતાં ટ્રસ્ટીઓ ઘોર નિંદ્રામાં,નગરપાલિકા દ્રારા શૈક્ષણિક સંસ્થાના બાકી ટેક્ષો હોવાં છતાં શૈક્ષણિક સંસ્થા હોવાં ના કારણે લચીલુ અને હકરાત્મક અભિગમ અપનાવી વારંવાર તાકીદ કરવામાં આવતી છતાં ટ્રસ્ટીઓ દ્રારા વર્ષો થી વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા નગરપાલિકા દ્રારા ના છૂટકે આ સંસ્થાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી,સંસ્થાના અંણધણ વહીવટ થી રૂ. ૨૨ લાખ જેટલી માતબર રકમ ટેક્ષની બાકીમાં છે વિચારવા જેવી બાબત છે કે કેટલા વર્ષો થી ટેક્ષ ભરપાઈ કર્યા નહીં હોય ત્યારે આટલી રકમ થયેલ છે ર્ડો.શાંતિભાઈ પટેલ જેવા ઈમાનદાર માણસે કરેલી મહેનત ટ્રસ્ટીઓ ના ઝઘડાના કારણે આજે એળે ગઈ છે સંસ્થાની પ્રગતિતો દુર ની વાત છે સંસ્થાઓ ની આવી દુર્દશા કરી જે ડૉ.શાંતિભાઈ પટેલ ની છબી ઉપર કાળો ડાઘ લગાડ્યો છે.
ચિરાગ પટેલ સાણંદ