માર્ગ અકસ્માતના 4 બનાવમાં 5 નાં મોત, ડીસા, દાંતીવાડા, ભાભર અને અમીરગઢ નજીક અકસ્માતમાં એક બાળક – ચાર યુવકના મોત. ડીસા, દાંતીવાડા, ભાભર અને અમીરગઢ નજીક સર્જાયેલા અકસ્માતોમાં તેમના જીવન દિપ બુઝાતા જીલ્લામાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
બનાવ 1 : ચોડુંગરી ગામેમાં પિતાની નજર સામે ચાર વર્ષના પુત્ર ઉપર કાર ફરી વળી
ધાનેરા તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતાં રાજુભાઇ ખેમાભાઇ ચૌધરીના પત્નિ ભાવનાબેન, દિકરો કૃણાલ (4 વર્ષ) અને પુત્રી માહી તેમની સાસરી ડાંગીયા ગયા હતા.ત્યાંથી રવિવારે સાંજે રાજુભાઇને ફોન કરતાં બાઇક લઇને ચોડુંગરી નાળા પાસે લેવા ગયા હતા.જ્યાં પત્નિ પુત્ર અને પુત્રી ઇકોમાંથી નાળા પાસે ઉતરી રહ્યા હતા. ત્યારે પાંથાવાડા તરફથી રોંગ સાઇડમાં આવેલા કાર નં. જીજે. 01. કે.વાય. 6325ના ચાલકે કૃણાલને ટક્કર મારી નાસી છુટયો હતો.કૃણાલને ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
બનાવ 2 : ભાભર નજીક બાઇક આખલા સાથે અથડાતાં યુવકનું મોત
ભાભર તાલુકાના અબાળા ગામના મુકેશભાઇ પરખાજી ઠાકોર અને સોનાજી કરશનજી ઠાકોર સોમવારે સાંજે બાઇક નં. જીજે. 08. સીજે. 0257 લઇ ભાભરથી અબાળા તરફ જઇ રહ્યા હતા. ત્યારે જલારામ ગૌશાળા નજીક અચાનક રોડ ઉપર આવેલા આખલા સાથે બાઇક અથડાતાં બંને જણાં નીચે પટકાયા હતા. જેમાં બાઇકની પાછળ બેઠેલા સોનાજીને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ અંગે હરચંદજી નેમાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ 3 : ભાભરના કુંવાળા નજીક બે બાઇકઅથડાતાં એકનું મોત
ભાભરના અસાણા ગામના પાણી પુરવઠામાં નોકરી કરતાં પ્રતાપજી દેહળાજી ઠાકોર (ઉ.વ.40) પોતાનું બાઇક નં. જીજે. 08. એબી. 2954 લઇ મીઠા ગામ તરફ જઇ રહ્યા હતા. ત્યારે કુવાળા ગામ પાસે લોકનિકેતન આશ્રમ નજીક સામેથી આવેલા અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રતાપજીને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતુ. આ અંગે ભભાજી દેહળાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ 4 : અમીરગઢ નજીક કારની ટક્કરથી યુવકનું મોત
અમીરગઢ નજીક પસાર થઇ રહેલા બાઇક નં જીજે. 08. સીજે. 7230ને પાછળ આવી રહેલી કાર નં. જીજે. 01. ડબલ્યું એફ. 0056ના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પાછઇ બેઠેલા રાજસ્થાનના આબુરોડ તાલુકાના ખારા ગામના નાનારામ લાલારામ પરમારનું મોત નિપજ્યું હતુ.આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Source – divya bhaskar
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper