જયરાજસિંહ પરમારે કર્યું ટ્વિટ , કુળદેવીના આશિર્વાદ સાથે 22 તારીખે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

0
29

તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું.

ફાયરબ્રાંડ પ્રવક્તા તરીકેની છે આગવી ઓળખ.

ખેરાલુ સીટ પર થી ચુંટણી લડે તેવી શક્યતાઓ..

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ થયેલા કદાવર નેતા અને ફાયરબ્રાંડ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો અને જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ થઈ હતી હતી અને આજે જયરાજસિંહ પરમારે પોતાના ટ્વિટર એકાઉંટથી ટ્વિટ કરીને ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આગામી 22-2-2002 ના રોજ વિધિવત રીતે જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે એ વાત હવે પાક્કી થઈ ગઈ છે.
37 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા અને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી હતી પણ કોંગ્રેસે જયરાજસિંહ પરમારની ક્ષમતાને નજર અંદાજ કરી હતી. જયરાજસિંહ પરમારે પોતાની નારાજગી પક્ષ સમક્ષ રજુ પણ કરી હતી છતાં કોંગ્રેસ તરફથી જયરાજસિંહને મનાવવાના કોઈ પ્રયાસ ન થયા હોવાનો આરોપ પણ જયરાજસિંહ કોંગ્રેસ નેતાઓ પર લગાવી ચુક્યા છે અને અંતે એમણે 37 વર્ષ બાદ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું.
અલવિદા કહ્યા બાદ ભાજપમાં જોડાશે એવું રાજકીય ગલિયારામાં ચર્ચાય રહ્યું હતું પણ જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે અને આગામી 22 ફેબ્રુઆરીના રોજ પોતાના કુળદેવીના દર્શન કરી વિધિવત રીતે કેસરીયો કરશે એ હવે નક્કી થઈ ગયું છે.
2007-2012-2017 માં ખેરાલુ વિધાનસભા પર જયરાજસિંહને ટિકિટ ન આપી કોંગ્રેસ એમની ઉપેક્ષા કરતી આવી હતી અને કોંગ્રેસમાં સંગઠનનો અભાવ હોવાની પણ જયરાજસિંહ પરમારે વાત કરી હતી.

અહેવાલ : રોનિત બારોટ બ્યુરો રિપોર્ટ અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here