જમાલપોરમાં છેતરપિંડી કરાયાની ફ્લેટધારકોની પોલીસને રજૂઆત

0
28

નવસારી-વિજલપોર પાલીકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 13મા આવેલ જમાલપોરના નીલકંઠ રેસિડેન્સીના ફ્લેટધારકોએ પોતાના જ બિલ્ડર પેઢી વિરુદ્ધ છેતરપીંડી કર્યાની ફરિયાદ જિલ્લા પોલીસ વડાને કરી ન્યાયની માંગ કરી હતી.

નવસારી-વિજલપોર શહેરના નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા લોકોએ એસપીને તેમની બિલ્ડીંગ બનાવનારે છેતરપીંડી કર્યા હોવાની ફરિયાદ એસપી નવસારીને ઉદેશીને ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું કે, ઉપરોક્ત નીલકંઠ રેસિડેન્સી નામની પાંચ બહુમાળી એપાર્ટમેન્ટના ટાવરોનું બાંધકામ કરવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો.

તેઓએ આ બિલ્ડીંગમા અપાતી સુવિધાઓ આપવાની ગ્રાહકોને જાહેરાત કરી ગ્રાહકોને વચન, વિશ્વાસ અને ખાતરી આપેલી તેમજ તેઓ દ્વારા જે કંઈ પણ બાંધકામ કરવામાં આવશે તે તમામ બાંધકામો તથા મંજૂર નકશા અને બાંધકામના મંજુર થયેલા પ્લાન પરવાનગી મુજબ જ કામ કરાવેલ છે. પણ ત્યારબાદ કોઈ વ્યવસ્થા ન આપતા તે બાબતે બિલ્ડરોને કહેતા તેઓએ ઉદ્ધત જવાબ આપ્યાનો આક્ષેપ કરાયો છે. જેને પગલે ન્યાય આપવા માટે હવે અસરગ્રસ્તોએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here