ચાંગોદર પોલીસે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

થોડાક જ કલાકોમાં ચોરી કરનાર તથા ચોરીનો માલ લેનાર ઇસમોને
કુલ કિ.રૂા. ૯૩,૯૦૦/- ના અસલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ચાંગોદર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી વી.ચંન્દ્રશેખર સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એસ. વ્યાસ સાણંદ વિભાગ, સાણંદ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જીલ્લામા ચોરી જેવા મિલકત સબધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અત્રે ચાંગોદર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૫૨૨૦૧૦૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯,૪૧૧,૧૧૪ મુજબનો ગુનો રજી. કરવામા આવેલ જેમા મોડાસર ગામની સીમ ચીકાસર તળાવની પાળ ઉપર તા.૦૪/૦૩/૨૦૨૨ ના રોજ આરોપી અજીત ઉર્ફે ભુરો હનુભાઈ ચૌહાણ (કો.પટેલ) નાએ તેના બજાજ પ્લેટીના RTO રજી નં.GJ-01-SR-1655 વાળા મોટરસાયકલ નો ઉપયોગ કરી તેના મિત્ર અનીલ દાનાભાઈ કો.પટેલ રહે મટોડા સાથે મળી ફરી શ્રી ભરતભાઇ વીનુભાઇ પટેલ રહે. મોડાસર નાઓના ખેતરેથી KOEL મોનો બ્લોક પંપ જેનો સીરીયલ નં MBC 1970039689 જેની કિંમત રૂ.૧૫,૫૦૦/- વાળી મોટરની ચોરી કરી લઈ જઈ આ ચોરી કરી લઇ ગયેલ મુદ્દામાલ કિશનભાઈ કરમણભાઈ ગોહીલ (કો.પટેલ) રહે જુવાલ તા.સાણંદ નાનાઓને મોટર વેચાણ આપવા આવતા સદર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને તપાસ દરમ્યાન અજીત ઉર્ફે ભુરો હનુભાઈ ચૌહાણની વધુ પુછપરછ કરતા જાણવા મળેલ કે આ સિવાય અજીત ઉર્ફે ભુરોએ મો.સા. નં.GJ-01-SR-1655 નુ લઈ મટોડા ગામના અનીલ દાનાભાઈ કો.પટેલ સાથે મળી તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ રાત્રીના સમય દરમ્યાન ચાચરાવાડી વાસણા ગામની સીમમાંથી એક ડોકટર પંપ સીરીયલ નં.૨૪૭ વાળો મોટર પંપ ની ચોરી કરેલ હતો જે મોટર પંપ તેઓએ મટોડા ગામમાં રહેતા રાકેશભાઈ પ્રેમજીભાઈ કો.પટેલને વેચાણ આપેલ, આ સિવાય ગઈ તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ મોડાસર ગામની સીમમાંથી અલગ અલગ ખેતરો માંથી (૧) વોટર મેન કંપનીની સીરીયલ નં.૨૧૦૨D૬૫૭૪ (૨) લુબી સીરીયલ નં.૫૧૭૪૫૧૮૪ વાળી મોટરો તથા સર્વિસ વાયર આશરે ૧૭૬ મીટરની ચોરી કરેલ જે મોડાસર ગામથી સરી-મટોડા તરફ જતા રોડ ઉપર અવાવરૂ જગ્યાએ સંતાડેલ, આ સિવાય બીજી એક VARUNA કંપનીની સીરીયલ નં.CA 45675 વાળી મોટર થોડા દિવસો અગાઉ રાશમ-ચલોડા રોડ ઉપરની સીમમાંથી ચોરી કરેલ જે મોટર તેઓએ ગગજીભાઈ ચુંદાભાઈ કો.પટેલ રહે નાની દેવતી તા.સાણંદ નાઓને વેચાણ આપેલ આ સિવાય થોડા દિવસ અગાઉ રાત્રીના સમય દરમ્યાન જુવાલ-ડરણ ગામમાંથી એક આયસર માંથી TRA500 AMARONના માર્કાવાળી બે બેટરીઓની પણ ચોરી કરેલ જે બેટરી રમેશભાઈ જેરામભાઈ મકવાણા (કો.પટેલ) રહે મટોડા નાઓને વેચાણ આપેલ જે હકિકતની ઉપરોક્ત તમામ ઈસમો કબુલ મંજુર કરતા હોય જે બાબતે ઉપરોક્ત તમામ વિરુધ્ધ ચાંગોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અને હાલમા ચાર આરોપીઓને ગુનામા અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામા આવેલ છે.

Leave a Comment

Related Post

ગુજરાતના ખૂણે ખૂણેના સમાચાર જોવા અમારી ચેનલને આજે જ સબક્રાઇબ્સ કરો
May 2023
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED

Reg. Office :-

Navagamthan,

At-Po-Kansa,

Ta-Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Co. Office :-

5.6 Galaxy Hub Market,

Near Kamana Cross Road,

Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Ahmedabad Office :-

A 601 Ganesh plaza,

Near Navrangpura Post Office,

Navrangpura,

Ahmedabad

PIN – 380009

+91 8511301010