ગુજરાત સરકાર ૩૩૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરશે

0
34

ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વડનગર, અમરેલી, મોરબીમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. કન્યા માટેની પોલિટેકનિક કોલેજાેમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે.પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે ૩૯૦૦ જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ ૨૦૧૮માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે ૧૦.૪૫ લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જાેકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.પીએસઆઈમાં ૧૩૮૨ પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ૨૦૨ જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે ૯૮ જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની ૭૨ જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) ૧૮, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) ૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) ૬૫૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) ૩૨૪ જગ્યા છે. આ પ્રકારે કુલ ૧૩૮૨ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે ૪ લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જીઇઁહ્લ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ ૧૨ લાખ જેટલી અરજીઓમાંથી ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, ન્ઇડ્ઢમાં એક જગ્યા માટે કુલ ૯૫ ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ની ૩૭૩ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી ૧૧ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે.ગુજરાત સરકાર આગામી સમયમાં ૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ ૧થી ૫માં ૧૩૦૦ અને ધોરણ ૬થી ૮માં ૨૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here