ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજ્યની ૧૪મી વિધાનસભાના દસમાં સત્ર અંતર્ગત સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું સર્વસ્પર્શી,સર્વગ્રાહી અને સર્વસમાવેશક વર્ષ ૨૦૨૨-૨૩ નું રુ. ૨,૪૩,૯૬૫ કરોડનું બજેટ રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણી પૂર્વેનું છેલ્લું બજેટ નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરી દીધું છે.
આ વર્ષ માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા કરવેરા વિનાના ૨.૪૭ કરોડના આ બજેટમાં ‘સ્કૂલ ઓફ એક્સલેન્સ’, મોરબીમાં સિરામિક પાર્ક, સગર્ભા મહિલાને હજાર દિવસ સુધી દર મહિને ફ્રીમાં કિલો દાળ, બે કિલો ચણા અને ૧ લિટર ખાદ્યતેલ આપવાની સાથે ત્રણ નવી મેડિકલ કોલેજાે બનાવવા સહિતની અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટ રજૂ કરતા પોતાની સ્પીચની શરુઆતમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક ૨.૧૪ લાખ પર પહોંચી છે, જ્યારે જીડીપી વધીને ૨૦ લાખ કરોડ પર પહોંચ્યો છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૭૩૭ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ માટે ૨૩૧૦ કરોડની જાેગવાઈ, ટ્રેક્ટર તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય આપવા ૨૬૦ કરોડની જાેગવાઈ, ૨૩૧ કરોડ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ફાળવાયા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે ૨૧૩ કરોડની જાેગવાઈનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૨,૨૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કિશોરીઓ અને મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃત કરવા વિનામૂલ્યે સેનેટરીપેડ ઉપલબ્ધ કરાવવા, કિશોરીઓમાં આયર્નની કમી પૂરી કરવા મોનિટરિંગ કરાશે તેમજ આયર્ન સુક્રોઝના ઈન્જેક્શન આપવા ઉપરાંત બાલ અમૃત પોષણ યોજના માટે ૨૦ કરોડની જાેગવાઈ કરાઈ છે.
આ ઉપરાંત ૨૦૨૨-૨૩માં નવી ૯૦ ખિલખિલાટ વાન ઉપલબ્ધ કરાવાશે જ્યારે મા યોજના, પીએમ જન આરોગ્ય યોજના માટે ૧૫૫૬ કરોડની તેમજ આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે ૬૨૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. અત્યારસુધી ટૂંકી મુદ્દતના ધિરાણ પર વ્યાજ રાહત યોજનાનો લાભ ખેડૂતોને જ મળતો હતો, પરંતુ હવે પશુપાલકો અને માછીમારોને પણ તેમાં સાંકળી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે, જેના માટે રુ. ૫૦૦ કરોડ ફાળવાયા છે. આ યોજનામાં પાંજરાપોળોને સહાયતા કરવા ઉપરાંત રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યા ઉકેલવા પણ ખાસ પ્રયાસો કરાશે.
બજેટમાં નાણાંમંત્રી દ્વારા ૧૦ હજાર કરોડ રુપિયાના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. વર્લ્ડ બેન્કના સહયોગથી શરુ થનારા આ પ્રોજેક્ટમાં ૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ ઉભી કરી ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવશે. નાણાંમંત્રીએ બજેટમાં ‘સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના’ની પણ જાહેરાત કરી છે. જેમાં સગર્ભા અને ધાત્રી માતાને એક હજાર દિવસ સુધી વિના મૂલ્યે ૧ કિલો તુવેર દાળ, ૨ કિલો ચણા અને ૧ લિટર ખાદ્યતેલ અપાશે. બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રુ. ૩૪,૮૮૪ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલેન્સ યોજના હેઠળ ૧૧૮૮ કરોડ તેમજ આગામી વર્ષે ૧૦ હજાર નવા ક્લાસરુમ બનાવવા માટે ૯૩૭ કરોડ ફાળવાયા છે. બાલાછડી સૈનિક સ્કૂલને આધુનિક બનાવવા તેમજ તેમાં સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને એડમિશન મળે તો તમામ સેવા નિશુલ્ક મળે તે માટે ૨૮ કરોડ ફાળવાયા છે, જ્યારે ઇ્ઈમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે ૬૨૯ કરોડની ફાળવણી કરાઈ છે.
નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા સ્ટૂડન્ટ્સને ટેબ્લેટ આપવા ૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે ૧૨,૦૨૪ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે. હાલ રાજ્યમાં ૨૩ હજાર કરોડના જુદા-જુદા રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષમાં પણ ૧૦ હજાર કરોડના રસ્તાના કામો હાથ ધરવામાં આવશે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સ લેનનો કરવાની કામગીરી માટે ૩૩૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તારો તથા પ્રવાસન સ્થળોને જાેડતા ૮૩૦ કિમીના ૪૯ રસ્તાને ૨૮૦૧ કરોડના ખર્ચે ફોરલેન કરવામાં આવશે. ૧૨૫૩ કિમી લાંબા ૭૯ રસ્તાને પહોળા કરી ૭ અથવા ૧૦ મીટરના બનાવવા ૧૫૩૭ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે. ગૃહ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગની ૧૦૯૪ નવી જગ્યાઓ ઉભી કરાશે તેવી જાહેરાત આ બજેટમાં કરાઈ છે.
વિભાગ માટે ૮૩૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં વિભાગ માટે ૨૨૫૬ નવા વાહનો ખરીદવા ૧૮૩ કરોડ, જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાટર્સના નિર્માણ માટે ૧૫૮ કરોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ છે. આગામી વર્ષમાં એસટી વિભાગ માટે ૫૦ નવી ઈલેક્ટ્રીક તેમજ ૧૨૦૦ બીએસ-૬ બસો ખરીદવામાં આવશે, જેના માટે ૩૭૯ કરોડની જાેગવાઈ કરાઈ છે. ઈલેક્ટ્રીક વાહનો પર પણ આગામી ચાર વર્ષમાં ૧.૧૦ લાખ ટુ વ્હીલર માટે વાહન દીઠ મહત્તમ ૨૦ હજાર, ૭૦ હજાર થ્રી વ્હીલર માટે ૫૦ હજાર અને ૨૦ હજાર ફોર વ્હીલર માટે ૧.૫૦ લાખની સબસીડી અપાશે, જેના માટે ૧૦૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.