છેલ્લા ચાર વર્ષમાં એક તરફી પ્રેમમાં યુવતીઓની નિર્મમ હત્યાના 3 ચોંકાવનારા કિસ્સા
બે કિસ્સામાં ઝેર અને એસિડથી છોકરીની હત્યાનો પ્રયાસ કરાયો
તાજેતરમાં જ સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી. આ બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જન આક્રોશને પગલે લોકોની માંગ છે કે પ્રેમ જેવા પવિત્ર શબ્દને કલંકીત કરનારા આ હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવામાં આવે. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં એક તરફી પાગલ પ્રેમીઓએ ત્રણ ખૂબ જ ચોંકાવનારા કિસ્સાઓમાં યુવતીઓની નિર્મમ હત્યા કરી નાખી જ્યારે બે કિસ્સામાં યુવતીઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
પરિવારની સામે જ પાગલ પ્રેમીએ યુવતીનું ગળું કાપી નાખ્યું
શનિવારે સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફેનિલ નામનો આ યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જેને પગલે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ યુવકે હુમલાનો પ્રયાસ કર્યો હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જેતલસરમાં સગીરાની છરીના 35 ઘા મારી હત્યા
સુરત જેવી જ ઘટના ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામે બની હતી. જેમાં યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કરતો હતો, જ્યારે 16 વર્ષની સગીરા વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામનો આરોપીએ યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. આરોપી જયેશ જાણે માનસિક સ્થિતિ ગુમાવી ચૂકયો હોય એમ આડોશપાડોશના લોકો પર પણ હુમલો કરવાની તૈયારીમાં હતો. ત્યારે લોકોએ સમયસૂચકતા વાપરી યુવતીના ભાઇ હર્ષને પાડોશીના ઘરમાં લઈ ગયા હતા અને જોરદાર બૂમાબૂમ થઇ જતાં જયેશ સરવૈયા ત્યાંથી નાસી છૂટયો હતો.
બાવળામાં પ્રેમીએ યુવતીની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી
બાવળામાં વર્ષ 2019માં એક પ્રેમીએ યુવતીના લગ્નના થોડા દિવસો પહેલા જ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. 8મે 2019ના રોજ સાંજે બાવળા સ્ટેન્ડ બહાર મિત્તલ જાદવ નામની યુવતી તેની બહેન સાથે જઈ રહી હતી, ત્યારે કેતન વાઘેલા નામના આરોપી સહિત ત્રણ શખ્સ બાઈક પર આવીને મૃતક મિત્તલને બળજબરીથી બાઈક પર લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો. મિત્તલે જવાનો ઈન્કાર કરતા કેતને છરીના આડેધડ ચાર ઘા મારી દીધા હતા. પોલીસ આરોપીની પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કેતન વાઘેલા મૃતક મિત્તલના એક તરફી પ્રેમમાં હતો અને મિત્તલના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તેની હત્યા કરી હતી.
11માં ધોરણના છોકરાએ વિદ્યાર્થિનીની બોટલમાં ઝેર ભેળવ્યું
વલસાડમાં 2020માં એક પ્રતિષ્ઠિત શાળામાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. જે બાદ વિદ્યાર્થિનીના પરિવારે શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થી તે વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે બીજી તરફ પ્રેમ સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીએ ના પાડતા છોકરાએ મુંબઈ જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિવારે સમજાવ્યો હતો. આ બાદ એકતરફી
પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ શાળામાં કમ્પ્યુટર ક્લાસમાં ગયેલી વિદ્યર્થિનીની પાણીની બોટલમાં તેની જાણ બહાર ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. વિદ્યાર્થિની જયારે પાણી પીવા ગઈ ત્યારે વાસ આવતા આચાર્યને ફરિયાદ કરતા રૂમના CCTV ચેક કરતા તેમાં વિદ્યાર્થી બોટલમાં કંઈક ભેળવતો હોવાનું દેખાયું હતું. વિદ્યાર્થિનીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ હતી અને વિદ્યાર્થી વિરૂદ્ધ 307,354ડી અને 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરતા તેના પરિવારને પણ જણાવ્યું હતું કે, જો તે તેની નહીં થાય તો બીજાની પણ નહીં થવા દે.
એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ એસિડ ફેક્યું
વડોદરામાં 2019માં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને યુવતીના ઘરે જઈને યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને યુવતી પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સુરેન સર્કલ પાસેના એક ફ્લેટમાં રહેતા બીનીક્ષ હાંડેને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ યુવતી બીનીક્ષને પસંદ કરતી ન હતી. બીનીક્ષને તે યુવતી સાથે લગ્ન કરવા હતા તેથી તેને યુવતી સાથે જબજસ્તીથી લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બીનીક્ષ પોતાના બાઈક લઇને યુવતીના ઘરે પહોંચ્યો અને બૂમો
પાડવા લાગ્યો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પડતા બીનીક્ષે પોતાની બાઈકમાંથી એસીડની બોટલ કાઢીને યુવતી પર એસીડ ફેંક્યું હતું. સદનશીબે યુવતી ખસી જતા યુવતી પર એસીડ પડ્યું ન હતું. ત્યારબાદ બીનીક્ષે યુવતીને તેના પરિવારજનો સામે જ થપ્પડ મારીને તેની સાથે લગ્ન નહીં કરે તો ફરીથી એસીડ ફેંકવાની ધમકી આપી હતી.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper