ગુજરાતમાં આવતીકાલથી 35 લાખ બાળકોનું વેક્સિનેશન

0
66

અમદાવાદ,

રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે

3થી 9 જાન્યુઆરી દરમિયાન ખાસ રસીકરણ અભિયાન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત વેક્સિન કેવી રીતે અપાશે તે અંગે સવાલે ઉઠી રહ્યા છે. રાજ્યમાં આગામી 3થી 9મી જાન્યુઆરી, 2022થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 3 જાન્યુઆરી 2022થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે વેક્સિન લઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here