માથાભારે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર પત્રકારો ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે કાયદેસર પગલાં ભરવા બાબત આવેદન આપ્યું…
આપ સાહેબના માધ્યમથી ગુજરાત સરકાર ને અમો ગીર સોમનાથ પત્રકાર એકતા સંગઠન ના તમામ પત્રકારો ની નમ્ર રજૂઆત છે કે, વેરાવળ માં ગેરકાયદેસર બાંધકામ ખોટા વેચાણ વ્યવહાર કરનાર ત્રિપુટી એટલે કે (૧) ભાવેશ ચંદુલાલ ઠકરાર (૨) અરવિંદ પીઠા નાંઘેરા (૩) બ્રિજેશ મહેતા આ ત્રણેય વેરાવળ સોમનાથ માં બાંધકામ નો ધંધો કરે છે,જેમાં કાયદેસર કરતા ગેરકાયદેસર ના કામ વધુ કરે છે,બોગસ વેચાણ વ્યવહારો પણ કરે છે,સરકાર ની તિજોરીને મોટું નુક્સાન કરે છે…
અમારા ગીરન્સનાથ વેરાવળ ના પત્રકારો ક્યારેય તેની ગેરકાયદેસર બાબતો ના સમાચાર બનાવે ત્યારે પોતાની ગાડી ઓડી કાર જી.જે.૩૨ બી ૮૦૦ પત્રકાર ઉપર ચડાવવા પ્રયાસ કરી,રસ્તામાં ઊભા રાખી જાનથી મારી નાખવાની ધમકી આપે છે,છરી જેવા તીક્ષ્ણ હથિયારો બતાવે છે, અમારા વિરુદ્ધ કાઈ છાપ્યું એટલે ઉપર મોકલી દઈશું તેવી ધમકી અવાર નવરા અલગ અલગ પત્રકારો ને આપી ચૂક્યા છે,જેની ફરિયાદ વેરાવળ પોસિસ ઇન્સ.સાહેબને અમોએ આપી હોવા છતાં નથી એફ આઇ.આર થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ..
અમારું પત્રકાર એકતા સંગઠન થોડા સમય પહેલા રાજ્યના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ને મળ્યુ ત્યારે પણ પત્રકારો ઉપર થતાં હુમલા થી સુરક્ષા માટે સ્પેશિયલ કાનૂન બનાવવા માંગ કરવામાં આવી છે, આપ સાહેબ સરકાર સમક્ષ અમારી રજૂઆત કરવા તેમજ વેરાવળ પોલીસ ને સૂચના આપી કાયદેસર કાર્યવાહી કરવા આદેશ કરશો. પત્રકારો ની પ્રમાણિક ફરજ માં ગેરકાયદેસર ની પ્રવૃત્તિ ચાલતી હોય તેને પ્રસિદ્ધ કરી રોકવા,તંત્ર ને ધ્યાને લાવવા પ્રેસ મીડિયા ના માધ્યમ થી લોકો પ્રયાસ કરતા હોય છે, જન સુખાકારી સામે પડકાર બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિની અટકાવવા ની તંત્ર ના વડા તરીકે આપની પણ જવાબદારી છે..
અમારા પત્રકાર વિરુદ્ધ કોઈ પણ અઘટિત ઘટના બને તે પહેલા,પત્રકાર સંગઠન ગુજરાત ભરમાં રોડે ચાડી આંદોલિત બને તે પહેલા માથાભારે શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરજ બજાવવા નમ્ર વિનંતી છે.અત્યાર સુધીમાં આ જિલ્લા ના ત્રણ ત્રણ પત્રકારો સાથે ધાક ધમકી કે મારી નાખવાની ધમકીઓ આપી ફેટલ કરવા જણાવ્યું છે,જેની ફરિયાદો થઈ છે..અમારા ત્રણ પત્રકારો સાથે ધાક ધમકી ને દમ દાટી મારવા કોશિશ કરી તે પૈકી (૧) રાકેશ પરાડવા જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના મહામંત્રી છે..(૨) રવી ખખ્ખર ફૂલછાબ ના રમેશભાઈ ખખ્ખર ના દીકરા છે,(૩) ચેતન અપારનાથી નામના પત્રકાર છે..
અસામાજિક તત્વો ને જાહેર જીવન ના પત્રકારત્વ કરનારા સામે દાદાગીરી કરનારા ત્રણેય આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ફરી કોઈ પત્રકાર ની ફરજ માં રૂકાવટ કરવા પ્રયાસ પણ ન કરે,ગાડી ચડાવવા પ્રયાસ ન કરે, મારી નાખવાની ધમકી આપવાનું સાહસ ન કરે, હથિયારો બતાવવા નું સાહસ ન કરે તે રીતે આપ સીધા જિલ્લા ની શાંતિ જાળવવા કે પત્રકારો ની સુરક્ષા સબબ પગલાં ભરવા ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી સૂચના આપી તેમજ અમારી રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરવા નમ્ર રજૂઆત કરેલ છે..
જો ગીર સોમનાથ પોલીસ આ બિલ્ડર ને બચાવશે તો ગુજરાત ભરમાં દરેક જિલ્લા તાલુકા મથકે આવેદન આપવામાં આવશે તેવું પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું…
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper