ગાંધીનગર સિવિલના પાંચ તબીબો કોરોના સંક્રમિત

0
39

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના ૫ તબીબ આવ્યા છે. તેમાં મેડિસીન, ફિમિયોલોજી, ઇએનટી, માઇક્રોબાયોલોજી સહિતના વિભાગના તબીબો સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. હાલમાં કોરોનાનું સંક્રમણ ૫ ગણી ગતિએ વધી રહ્યું છે ત્યારે તેમાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના ૫ તબીબો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. તેમાં મેડિસીન ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ. દિનકર ગોસ્વામી, માઇક્રોબાયોલોજી વિભાગના ડૉ.ગૌરીશંકર શ્રીમાળી, ફિઝિયોલોજી અને ઇએનટી વિભાગના ૨ તબીબો પણ કોરોનામાં સપડાયા છે.કોરોનાનો કહેર એકાએક વધી ગયો છે. દિવસ પસાર થતાંની સાથે જ કેસનો આંકડો ડબલ થઇ જાય છે. ત્યારે ગાંધીનગર કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરી દેવાઈ છે. કેસને લગતી સુનાવણી ગેટ નંબર ૨ ઉપર જ કરાય તેવી વ્યવસ્થા થઈ છે.

પહેલા દિવસે વ્યવસ્થા બદલાઇ હોવાના કારણે ઘર્ષણ ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ તમામ કોર્ટમાં કોરોના વાઇરસને અટકાવવા પગલાં લેવા સૂચના અપાઈ હતી. ગાંધીનગર કોર્ટમાં શનિવારે જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ પરિસરના બહારના ભાગનું નિરીક્ષણ કરાયું હતું, જેમા ગેટ નંબર-૨ અને પાલિકા ભવન પાસેની જગ્યા બાબતે કોર્ટના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને છેલ્લે ગેટ નંબર-૨ને પસંદ કરાયો હતો. કોર્ટમાં સોમવારથી વકીલ સહિતના તમામ કોર્ટમાં આવતા લોકો માટે પ્રવેશબંધી કરી દેવાઇ છે. કેસની ફિઝિકલ સુનાવણી બંધ કરીને વર્ચ્યુઅલ સુનાવણી શરૂ કરાઈ છે. આ માટે કોર્ટના ગેટ નંબર ૨ ઉપર બારી બનાવાઈ છે.

જ્યુડિશિયલ ઑફિસરોને ડ્યુટી મૅજિસ્ટ્રેટ તરીકેની કામગીરી સોપવામાં આવી છે ત્યારે પ્રોડક્શન અને રીમાન્ડની કામગીરી ગેટ નંબર ૨ની બારી ઉપર જ કરાશે. આ બાબતે સેક્ટર ૭ના પીઆઇ ડી. એ. ચૌધરીને પૂછતાં કહ્યું હતું કે કોર્ટની ફિઝિકલ કામગીરી બંધ કરાતાં અને કોરોનામાં લોકો કોર્ટ બહાર એકઠા ન થાય તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વોરીયર્સ કર્મચારીઓને રસીનો ત્રીજાે પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી સરદાર સભાખંડમાં શરૂ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને ત્રીજાે ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થાય નહી ત્યાં સુધી રસી અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here