ગાંધીનગરમાં બાઈક ખરીદવા આવેલ ઈસમના રિક્ષામાં ૧૦ હજારની ચોરી

0
135
ઈસમના રિક્ષામાં ૧૦ હજારની ચોરી

ગાંધીનગર જિલ્લાના કલોલનાં જાસપૂર ગામ ખાતે રહેતા બળદેવભાઈ ઈશ્વરભાઈ દંતાણી એક્ટિવા ખરીદવા માટે એક્ટિવા ખરીદવા માટે ઘરેથી રૂ. ૧૦ હજાર લઈને સેકટર – ૨૧ હોન્ડા શો રૂમ આવ્યા હતા. જાેકે, ડોક્યુમેન્ટ પૂરતા ન હોવાથી તેઓની લોન થઈ શકી ન હતી. આથી બળદેવભાઈને તેમનો ભત્રીજાે ઘ – ૬ સર્કલ પાસે મુકી આવ્યો હતો. અહીંથી બળદેવભાઈ સીએનજી રિક્ષામાં બેસી ઘરે જવા રવાના થયા હતા. તે વખતે રિક્ષામાં ત્રણ ઈસમો મુસાફરનાં સ્વાંગમાં અગાઉથી બેઠા હતા. ત્યારે ઘ – ૬થી ગ – ૬ સર્કલ તરફ જતી વખતે પાછળ બેઠેલા ત્રણ ઈસમો પૈકીનો એક ઈસમ ચાલુ રિક્ષાએ ડ્રાઇવર પાસે જઈને બેસી ગયો હતો. બળદેવભાઈની આજુબાજુ બે ઈસમો ગોઠવાઈ ગયા હતા. થોડીવાર પછી આગળ બેસેલ ઈસમ પાછો પાછળની સીટમાં ગોઠવાઈ ગયો હતો. રિક્ષા આરાધના સ્કૂલ તરફ પહોંચતા બળદેવભાઈએ પોતાનું ખિસ્સું ચેક કરતા પૈસા ગાયબ હતા. આથી બળદેવભાઈને ખ્યાલ આવી ગયો હતો કે આ ત્રણ ઈસમોમાંથી કોઈએ નજર ચુકવીને પૈસા સેરવી લીધા છે.

આથી તેમણે એક ઈસમને પકડી લઈને બૂમાબૂમ કરી મૂકી ડ્રાઇવરને કહી રિક્ષા થોભાવી દીધી હતી. એટલામાં જ બે ઈસમો પૈસા નાખીને તેના ત્રીજા સાગરિતને છોડાવીને ભાગી ગયા હતા. આ અરસામાં રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. જેથી રિક્ષા ડ્રાઈવર પણ ભાગવા લાગ્યો હતો. જેને બળદેવભાઈ સહિત રાહદારીઓએ પીછો કરીને પકડી લીધો હતો. બાદમાં રિક્ષાની તલાશી લેતાં રિક્ષામાંથી ૫૨૦૦ રૂપિયા મળી આવ્યા હતા. જ્યારે બાકીના પૈસા ત્રણેય ઈસમો લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે રિક્ષા ચાલકની પૂછતાંછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ પૂનમ નરેશભાઈ પટણી(રહે. પાલનપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસને બોલાવીને રિક્ષા ડ્રાઇવરને સોપી દેતા પોલીસે ગુનો નોંધી ફરાર ત્રણ ઈસમોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

ગાંધીનગરમાં મુસાફરોને બેસાડીને નજર ચૂકવી લૂંટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ થયો છે. કલોલ જાસપૂરનાં મુસાફરને રિક્ષામાં બેસાડીને નજર ચુકવીને ૧૦ હજાર સેરવી લીધા પછી ત્રણ ઈસમો ભાગી ગયા હતા. જ્યારે રાહદારીઓએ પીછો કરીને પાલનપુર ના રિક્ષા ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here