ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી સાણંદ ટાઉન પોલીસ

0
220


“ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી સાણંદ ટાઉન પોલીસ”
અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તથા મહે.જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જિલ્લામા પ્રોહી/જુગારની ચુસ્ત અમલવારી સારુ પ્રોહિ તથા જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એસ.વ્યાસ સાહેબ સાણંદ વિભાગ સાણંદ નાઓના માર્ગદર્શન અનુસાર સાણંદ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારુ અમો પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહિલ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ ટીમ બનાવી પ્રોહિ-જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે અ.પો.કો. હરપાલસિંહ મુળરાજસિંહ બ.ન.૯૩૮ નાઓને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે, મોજે કેમ પ્રોસેસ કંપમી પાસે નટરાજ એસ્ટેટ્માં
ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાંક ઇસમો તીન પત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકતની જાણ થતા રેઇડ કરવાનુ આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસો તથા પંચો સાથે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમી રમાડતા ઇસમોને પકડી તેમની અંગ ઝડતીના નાંણા રૂ.૨૨૫૫૦/- તથા દાવના નાંણા રૂ.૨૭૦૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કિંમત રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૨૫૨૫૦ /- ના મુદ્દામાલ સાથે કુલ-૦૬ આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી પાડતી સાણંદ ટાઉન પોલીસ.

પકડાયેલ આરોપીઓ :- (૧)ચંદુભાઇ ચકરાભાઇ સેનવા ઉ.વ.૨૮ રહે. રેલ્વે ફાટકની બાજુમાં ઇયાવા તા.સાણંદ જી.અમદાવાદ
(૨) મુકેશભાઇ ચકરાભાઇ સેનવા ઉ.વ.૩૨ રહે. રેલ્વે ફાટકની બાજુમાં ઇયાવા તા.સાણંદ જી.અમદાવાદ (૩) વિક્રમભાઇ વિજયભાઇ ઠાકોર ઉ.વ.૨૧ રહે.વાસણા તા.સાણંદ જી.અમદાવાદ
(૪) કનુભાઇ કાંતિભાઇ રાવળ ઉ.વ.૨૫ રહે. ઇયાવા તા.સાણંદ જી.અમદાવાદ (૫) પ્રવિણભાઇ ત્રિકમભાઇ કો.પટેલ ઉ.વ ૨૬ રહે, ધનશ્યામન એસ્ટેટ એન્ડ માર્ક કંપની ની ઓરડીમાં વાસણા તા,સાણંદ જી.અમદાવાદ (૬) દિનેશભાઇ ગાભાભાઇ સેનવા ઉ.વ ૨૪ રહે,ઇયાવા તા,સાણંદ જી.અમદાવાદ

       આ કામગીરી માં પો.સબ.ઇન્સ. એમ.જે.ઝાલા તથા અ.હે.કો જસવંતભાઇ મફતભાઇ બ.નં.૧૧૩૯ તથા અ.હે.કો દિલિપસિંહ ધનશ્યામસિંહ બ,નં ૯૩૯ તથા અ.પો.કો. હરપાલસિંહ મુળરાજસિંહ બ.ન.૯૩૮ તથા અ.પો.કો.વિપુલભાઇ જેસંગભાઇ બ.ન.૧૫૭૭ નાઓ સાથે હતા. તા.૨/૦3/૨૦૨૨ 

(એચ.બી.ગોહીલ)
પોલીસ ઇન્સપેક્ટર
સાણંદ પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here