તંત્રની ઢીલી નીતિ ના કારણે સરકારી જમીન ઉપર વિજ જોડાણ ગેરકાયદેસર રીતે હોવાં છતાં પી.જી.વી.સી.એલના અધીકારીઓ દ્રારા કનેક્શન બાબતે કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
બોટાદ જીલ્લાના ગઢડાની ખાતા નં ૧૭૬૨ થી ચાલતી સર્વ નંબર ૬૪૩/૩ પૈકી ૨૩ની ૦-૮૦-૯૪ હે.આરે જમીન સંયુક્ત ખાતે ચાલી આવેલ છે. આ જમીન ના રેવન્યુ રેકર્ડ ના ખોટા આધાર પુરાવાઓ સાથે જે તે સમયે પીજીવીસીએલ કચેરી તરફથી નામ ગ્રાહક નંબર ૬૦૧૦૧૪૨૩૧૨૮ થી ખેતીવાડી ના હેતુ માટેનું વિજ કનેક્શન આપવામાં આવેલ લાલજીભાઈ શેખલીયાના નામ જોગ ગ્રાહક નંબર ૬૦૧૦૧૦૪૧૩૭૩ થી કોમર્શિયલ હેતુ માટે નું વિજ જોડાણ હૈયાત છે. આ બન્ને કનેક્શન નો સરકારી જમીન ઉપર હોય અને આ અંગે નાયબ કલેકટર બોટાદ દ્રારા હુકમ નં બીઓસી/બીટીડી/૦૧/૨૦૨૧ તા.૦૩/૦૮/૨૦૨૧ થી સરકાર દાખલનો હુક્મ થયેલ છે ત્યારબાદ સદર કામના આસામીઓ દ્રારા કલેકટર બોટાદ માં રીવીજન અરજી દાખલ થતા તે તળે બોટાદ ના મહે કલેકટરશ્રી ના હુકમ નં.આર.ઓ./અપીલ/શરતભંગ કેસ નંબર ૧૦/૨૦૨૧ ના હુકમ થી આસામીઓ ની અપીલ ના મંજૂર કરેલ છે અને નાયબ કલેકટર બોટાદ નો હૂકમો યથાવત રાખવામાં આવેલ છે. પીજીવીસીએલ કચેરી દ્વારા ઉપરોક્ત ખેતીની જમીનમાં જે વિજ કનેક્શનો આપવામાં આવેલા છે તે જમીન હાલ સરકારના નામે ચાલે છે. તેમ છતાં પણ પીજીવીસીએલ કચેરીના જવાબદાર અધિકારીઓને વારંવાર લેખીતમાં જાણ મળવા છતાં નામદાર કોર્ટમાં દાવો ચાલે છે તેવા ખોટા કારણો ઘરી રહ્યા છે.
ખરી હકિકતે જ્યારે દાવો દાખલ થયો ત્યારે ખેતીની જમીનના ૭/૧૨, ૮-અ આસામીના નામના હતાં પરંતુ જમીન કબ્જાફેર હતી જે સાબિત થતાં ખેતીની જમીનમાં સરકાર દાખલ થઈ ગયેલ છે તેવા સંજોગોમાં પીજીવીસીએલ કંપની દાવાનું ખોટુ કારણ ધરીને ખોટા ઉડાવ જવાબ આપી રહી છે. ખરી હકિકતે દાવો સને-૨૦૧૮ માં દાખલ થયેલ છે અને જેમાં નામદાર ગઢડા કોર્ટમાં કોઈપણ પ્રકારનો કનેક્શન ઉતારવા બાબતે કામ ચલાઉ કે કાયમી મનાઈ હુકમ અપાયેલ નથી. તેમ છતાં પણ આસામી સાથે ભ્રષ્ટાચાર આદરીને ગેરકાયદેસર કનેક્શનને કાયદેસરરાહે ઉતારતા નથી. ખરી હકિકતે કાયદાના નિતિનિયમો મુજબ નામદાર ગઢડા કોર્ટનો ભવિષ્ય જે હુકમ આવે તેને અનુસરવાની જવાબદારી સાથે પીજીવીસીએલ કચેરી ગઢડા હાલ તુરંત કનેક્શન ઉતારી શકે છે. પણ પીજીવીસીએલ ના કર્મચારીઓ કોના દબાણ નીચે રહી આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરતાં નથી?
તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ તજવિજ કરી સરકાર દાખલ થઈ ગયેલી જમીન માંથી પીજીવીસીએલ કંપનીના અધિકારીઓ મારફત તાત્કાલીક ધોરણે કનેક્શન ઉતારી લેવા જોઈએ અને આ કામે ભ્રષ્ટાચાર આચરતા ગઢડા પીજીવીસીએલ કચેરીના જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
રિપોર્ટ : અનીસ તાજાણી ઢસા
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper