ખેરાલુ શહેર તથા તાલુકામાં પોલિયો વિરોધી રસી આપવામાં આવી.
આજે તા:૨૭/૦૨/૨૦૨૨ પોલિયો રવિવારના દિવસે ખેરાલુમાં ઠેર ઠેર પોલિયો બૂથ ઉભા કરી ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ખેરાલુના દેસાઈવાડામાં પોલિયો બૂથ શરૂ કરવામાં આવ્યું છે જેને પગલે ૦ થી ૫ વર્ષના બાળકોના માતા પિતા પોતાના બાળકોને પોલિયો વિરોધી રસીના ૨ ટીપા અપાવી પોતાના બાળકોને પોલિયો થી સુરક્ષિત કરી રહ્ય છે. ખેરાલુ શહેર સહિત તાલુકામાં પ્રાથમિક શાળાઓ તથા આરોગ્ય કેંદ્ર પર પોલિયો વિરોધી રસીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આજે ચોટીયા સબ સેન્ટરના દરેક ગામમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રવિવારનું ઉદ્ઘાટન સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યું અને બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી ચોકલેટના દાતા શ્રી ડો.સુનિલભાઈ ઠાકોર દ્વારા ચોકલેટ આપવામાં આવી .જેમાં આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ ,નીલમબેન સુરજબેન તેમજ આશાબેનો જોડાયા હતા.
અહેવાલ:- રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ