ખેરાલુમાં શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજાયો.

0
59

આજે શ્રી સરસ્વતી શિશુમંદિર ખેરાલુ ખાતે વિધાભારતી ગુજરાત પ્રદેશનો મહેસાણા વિભાગનો ઊંઝા સંકુલનો દ્વિતીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સત્રમાં ખેરાલુના ખ્યાતનામ ડો. હર્ષદભાઈ વૈદ્ય દ્વારા ‘ વિચાર એક કાર્ય અનેક ‘ એ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે સંકુલના 50 જેટલા આચાર્યો તથા ખેરાલુ શિશુમંદિર ટ્રસ્ટી અને વ્યવસ્થાપકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સંકુલ વર્ગ નું આયોજનમાં સંસ્થાના સેક્રેટરી જસમીનભાઈ દેવીના માર્ગદર્શન મુજબ પ્રધાનઆચાર્ય શ્રી વસંતભાઈ શિશુ વાટિકાના આચાર્ય શ્રી અરૂણાબેન પંડ્યા એ કર્યું હતું જેમાં સમગ્ર આચાર્યોએ સહયોગ આપ્યો હતો. આજે દિવસ દરમ્યાન જુદા જુદા પાંચ સત્રો આ પ્રશિક્ષણ વર્ગમાં યોજાશે.

આ સાથે આજે બીજો કાર્યક્રમ સુરતના આ આધ્યાત્મ પરિવાર દ્વારા પ.પૂ.શ્રી યોગતિલકસૂરીશ્વરજી મહારાજ સાહેબ લખાયેલા 17 પુસ્તકો તથા 2 બાલવાર્તાઓનો સેટ શિશુમંદિર, ખેરાલુ નેજૈન અગ્રણી શ્રી મનીષભાઈ શાહ તથા શ્રી રજનીભાઇ શાહ દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

અહેવાલ:- રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ,ખેરાલુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here