કોલેજ પ્રશાસને પુષ્પગુચ્છ આપી કર્યું યુવતીનું સમ્માન.
ખેરાલુ તાલુકાના મલેકપુર ગામની અને ખેરાલુ ખાતે આવેલી KNSBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં BA sem 3 માં અભ્યાસ કરતી સોનલબેન ઠાકોર નામની યુવતીના આજરોજ લગ્ન હતા અને સાથે જ યુનિવર્સિટીની પરીક્ષા પણ હતી જેથી સોનલબેન ઠાકોર લગ્ન મંડપથી સીધા જ ખેરાલુ કોલેજ ખાતે પરીક્ષા આપવા પહોંચતા કોલેજ ખાતે હાજર સૌ કોઈમાં કુતુહલ ફેલાય ગયું હતું અને શિક્ષણ પ્રત્યેના યુવતીના પ્રેમને સૌ કોઈએ વખાણ્યો હતો.
લગ્નમંડપથી સીધા જ પરીક્ષા આપવા આવ્યો હોવાની વાતની જાણ KNSBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ. બી.જે ચૌધરી તેમજ શ્રી જસ્મીનભાઈ દેવીને થતાં તેઓએ પરીક્ષાખંડમાં જઈ યુવતીનું પુષ્પગુચ્છ આપી શિક્ષણ પ્રત્યેના અદભૂત પ્રેમનું સ્વાગત કરી યુવતીના સુખી લગ્નજીવનની શુભકામનાઓ તેમજ આશિર્વાદ આપ્યા હતા.
લગ્નમંડપથી સીધા જ પરીક્ષા આપવા પહોંચવાની વાત ખેરાલુ શહેરમાં તેમજ આસપાસના ગામોમાં ટૉક ઑફ ધ ટાઉન બનવા પામી હતી…
રોનિત બારોટ સાથે હાર્દિક બારોટ ખેરાલુ