કાયદો અને વ્યવસ્થાની કામગીરીથી યુવાનો પ્રભાવિત
ખેરાલુના દરેક સમાજના યુવાનો લેતા હોય છે પીઆઈશ્રીની શુભેચ્છા મુલાકાત.
વહિવંચા બારોટ સમાજના યુવાનોએ આજરોજ ખેરાલુના ઈન્ચાર્જ પીઆઈ એ.યુ રોઝની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેઓની કામગીરીની સરાહના કરી ખેરાલુમાં ઉમદા કામગીરી માટે અભિનંદન આપ્યા હતા.
બારોટ સમાજના યુવાનોની વાત કરીએ તો વંશાવલીનું કાર્ય કરતા એવા કરણ બારોટ,કિરણ બારોટ
જાણીતા ગાયક કલાકાર ચેતન બારોટ , અને આશિષ બારોટ તેમછ પ્રણવ બારોટે પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મહેસાણા જીલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં જ્યારથી એસ.ઓ.જીના પીએસઆઈ એ.યુ રોઝની ઈન્ચાર્જ પીઆઇ તરીકે નિમણુંક કરવામાં આવી છે ત્યારથી ખેરાલુના કાયદા અને વ્યવસ્થાની જાળવણીમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ઈન્ચાર્જ પીઆઈ એ.યુ રોઝે પોતાની નિમણુંકની સાથે જ પહેલા દિવસથી જ ખેરાલુમાં રહેલા દુષણોને ડામવા સરાહનીય કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું હતું જેને પગલે આજે ખેરાલુ શહેર તેમજ તાલુકામાં પીઆઈ રોઝની કામગીરીની ચોતરફ સરાહના થઈ રહી છે અને શહેરીજનો તેમની કાર્ય પધ્ધતિના ચાહક બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એ.યુ રોઝ સાહેબે ટુંક જ સમયમાં ખેરાલુમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે અને તેઓની દેખરેખમાં ખેરાલુ શહેર તેમજ તાલુકાની જનતા સુરક્ષા તેમજ શાંતિનો અનુભવ કરી રહી છે…
અહેવાલ:- રોનિત બારોટ/હાર્દિક બારોટ ખેરાલુ