ક્રુરતાપૂર્વક પશુઓ ભેંસો જીવ નંગ-23 કિ.રૂ.6,45,000/- તથા રોકડા રૂપિયા 45,000/- તથા મોબાઇલ ફોન નંગ-3 તથા લાકડાના હાથાવાળી છરી તથા લોખંડનો પાઇપ તથા લાકડી નંગ-2 તથા અશોક લેલન્ડ ટ્રક નંગ-2 મળી કુલ કિ.રૂ. 19,03,000/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડી, કુલ-6 આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતી ઢસા પોલીસ
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર પાદવ સાહેબનાઓએ મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા તેમજ પશુઓ પ્રત્યેનું ઘાતકીપણું અટકાવવા અંગેના બનાવો રોકવા અંગે કાર્યવાહી કરવા અંગે સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અને વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી એસ.કે.ત્રિવેદી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.કે.સોલંકી ઢસા પો.સ્ટે.નાઓ તથા અરજણભાઇ દેહુરભાઇ મેર તથા આ.પો.કોન્સ. તેજાભાઇ વિજયદાન ગઢવીનાઓ સા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ પાસે અશોક લેલન્ડ ટ્રક નંબર-GJ-17-UU-7742 તથા ટ્રક નં. GJ-14-x-8878 માંથી આરોપીઓ (૧) ઇમ્તીયાજ આદમભાઇ ખોરાણી ઉ.વ.૩૫ રહે-નહારપરા રોશન હોસ્પિટલ સામે અમરેલી તા.જી.અમરેલી (૨) ઇમરાન મોહમદ ભાડુલા રહે નહારપરા રોશન હોસ્પિટલ સામે અમરેલી તા.ા અમરેલી (૩) આશીફભાઇ હાજીભાઇ જોગીયા ઉ.વ.૨૮ રહે-સંધી સોસાયટી ઓપન જેલની પાછળ અમરેલી તા.જી અમરેલી (૪) ઇમરાન એહમદભાઇ ખોખર ઉ.વ.૨૫ રહે સંધી સોસાયટી ઓપન જેલની પાછળ અમરેલી તા.જી.અમરેલીનાઓને ગેરકાયદેસર રીતે અને કુરતાપૂવક તેમજ ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા સગવડ વિના પશુઓ ભેંસો જીવ નંગ-૨૩ કિ.રૂ.૬,૪૫,૦૦૦/- ને આ ગુનાના અન્ય આરોપીઓ અજુમભાઇ મોહમદભાઇ તરાપવાડીયા રહે-મોટો કસબો ગન્ની મસ્જીદની બાજુમાં અમરેલી તથા મહમુદભાઇ સીલકાભાઇ કાલવા રહે-ચીતલ જા અમરેલીનાઓની મદદગારીથી ખીચોખીચ ભરેલ હાલતમાં હેરાફેરી કરતા અન્ય મુદ્દામાલ રોકડા રૂપીયા ૪૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ તથા લાક્ડાના હાથાવાળી છરી તથા લોખંડનો પાઇપ તથા ઘાડી નંગ-૨ તથા અશોક લેન્ડ ટ્રક નંગ-૨ મળી કુલ કિ.રૂ. ૧૯,૦૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ઢસા પોલીસ દ્વારા કુલ-૬ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનીસ તાજાણી ઢસા