કોરોના સામે રક્ષણ માટે મેડિકલ ગ્રેડ માસ્ક વધારે સુરક્ષિત

0
56

ઓમિક્રોનના વધતા કેસ દરમિયાન કાપડના ફેસ માસ્ક અપગ્રેડ કરવા જરૂરી

દુનિયાભરના ડૉક્ટરના મત પ્રમાણે, કોરોનાથી બચવાનો અસરકારક ઉપાય છે માસ્ક પહેરો. તેનાથી પણ વધારે જરૂરી છે કે, યોગ્ય માસ્કનો ઉપયોગ કરવો. ઓમિક્રોનના વધી રહેલા કેસ દરમિયાન એક્સપર્ટ ચેતવણી આપી રહ્યા છે કે, જો તમે માત્ર ક્લોથ માસ્ક પહેરો છો તો કોરોનાથી બચવું મુશ્કેલ છે.ક્લોથ માસ્કમાં ડ્રોપલેટ્સ સરળતાથી આરપાર જઈ શકે છે.માસ્ક પહેરતી વખતે તેનું ફિટિંગ ધ્યાન રાખવું જરૂરી છે.ડબલ માસ્ક પહેરવાથી પણ સારી સુરક્ષા મળે છે

કાપડના માસ્કથી શું નુકસાન થાય?
ક્લોથ માસ્ક સૂક્ષ્મ કણને અંદર જવાથી રોકતા નથી. તેમાંથી મોટા ડ્રોપલેટ્સ આરપાર થઈ જાય છે. અમેરિકન કોન્ફ્રન્સ ઓફ ગવર્મેન્ટલ ઇન્ડસ્ટ્રિયલ હાઇજીનિસ્ટના જણાવ્યા પ્રમાણે, કાપડના માસ્કમાં 75% લીકેજ હોય છે.

રિસર્ચમાં ખબર પડી કે, કપડાંના મોટા માસ્ક પણ મેડિકલ ગ્રેડ માસ્કથી સારું કામ કરી શકતા નથી. અમેરિકન હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ (CDC) નું માનીએ તો N95 માસ્ક કોરોનાથી 95% સુરક્ષિત અને ડિસ્પોઝેબલ માસ્ક 85% સુધીની સુરક્ષા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here