કોરોના મહામારી સામે સતર્કતા રાખવી જરૂરી
કોરોના મહામારીના 2 વર્ષ રમજાન માસમાં બાદ મુસ્લિમ બિરાદરોએ રમજાન માસમાં સાથે ઇફતારી કરી હતી. સમાજના લોકોએ સાથે નમાઝ અદા કરી દેશ અને દુનિયામાંથી કોરોના મહામારી દૂર થાય અને જન જીવન સામાન્ય બને તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા સદગત આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
વલસાડ શહેરમાં રમજાન માસના પ્રથમ દિવસે શહેરના મુસ્લિમ બિરાદરોએ શહેરમાં આવેલી મસ્જિદમાં રમજાન માસના પ્રથમ દિવસે સાથે ઇફતારી કરી હતી. કોરોના મહામારીના 2 વર્ષ દરમ્યાન આવેલા રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સાથે ઇફતરી કરવામાં આવી ન હતી. જેને લઈને કોરોના મહામારી દરમ્યાન મુસ્લિમ બિરાદરો સાથે ઇફતરી કરવાની અને ખુદાની બંદગી કરવા એક બીજાને યાદ કરતા હતા.
ચાલુ વર્ષે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં કોરોના અંકુશમાં આવતા હાલ રાજ્ય સરકારની છૂટછાટ સાથે મસ્જિદમાં ઇફતારી અને નામઝ અદા કરવામાં આવી હતી. રમજાન માસના પ્રથમ દિવસે શહેરના તમામ મુસ્લિમ સમાજના લોકોએ વલસાડ જિલ્લા સહિત દેશમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી તેમને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી હતી. સાથે દેશ અને દુનિયાને કોરોના જેવી મહામારીમાંથી મુક્તિ આપવા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. કોરોના મહામારીના 2 વર્ષ બાદ રમજાન માસના પ્રથમ રોજાએ એકસાથે ઇફતારી કરી રમજાન માસના પ્રથમ રોજો છોડ્યો હતો.
Source :- Divya Bhaskar