- ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અન્ય 6 રાજ્યના આરોગ્ય મંત્રી અને સચિવો જોડાયાકોરોના સંલગ્ન
- તમામ માળખાકીય સુવિધાઓ, દવા અને વેક્સિંગ ના જથ્થાને સત્વરે ઉપલબ્ધ કરાવવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ સજ્જ – કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા
- 15થી 18ના તરૂણો, 60થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અનુરોધ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ 7 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવ સાથે સંકલન સાધીને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ તમામ રાજ્યોમાં કોરોના સંલગ્ન દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા , કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો. મંત્રી મનસુખ માંડવીયાએ આ તમામ રાજ્યોમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ, ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે આકલન કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓના અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરિયામંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો,રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં દરેક રાજ્યમાં 15થી 18 વર્ષીય તરૂણો, 60થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ESRP-2.0.પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે દરેક રાજ્યની કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવશે. ઉપરોક્ત કોન્ફરન્સમાં રાજ્ય મંત્રી નિમીષા બેન સુથાર,અગ્ર સચિવ મુકેશકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper