અરવલ્લી,
કોરોનાના વધતા જતા સંક્રમણને લઇ કલેક્ટરનું ફરમાન
અંતિમવિધિમાં 100 અને લગ્નમાં 400 લોકોને મંજૂરી
જિલ્લામાં ઓડિટોરિયમ, મનોરંજ સ્થળો 60% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના કેસ એકાએક વધતા હાલમાં સરકાર દ્વારા સાવચેતીના ભાગ રૂપે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લીમાં જિલ્લા કલેક્ટરે કોરોના વધતા કેસ અટકાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં 1થી 7 જાન્યુઆરી સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જિલ્લામાં જાહેર બાગ બગીચા રાત્રીના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે લગ્ન પ્રસંગમાં 400 જેટલા વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે, જેમાં લગ્ન યોજનારને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવા જણાવાયું છે.