કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ (સીવીએસ)થી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે લાંબા સમય સુધી સ્ક્રિનની સામે કામ કરનારા લોકોએ ૨૦-૨૦ એક્સરસાઇઝ કરીને આંખોને આરામ આપવાના પ્રયત્ન કરવા જાેઇએ. આ એક્સરસાઇઝમાં દર ૨૦ મિનિટે સ્ક્રિનથી ૨૦ સેકન્ડ માટે દુર જઇ કોઇ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયત્ન કરવો જાેઇએ. આવુ કરવાથી આંખમાં લોહીનો સંચાર સારી રીતે થાય છે.
ડિજિટલ યુગમાં આપણે મોબાઈલ કે કોમ્પ્યુટરથી દુર રહી શકતા નથી. સતત સ્ક્રિન સામે બેસીને કામ કરવાથી આ સમસ્યા ઉદ્દભવે છે. આ કોઈ બીમારી નથી, પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે. કોરોનાની મહામારીને કારણે લોકડાઉન હોવાથી શિક્ષણ અને ઓફિસનું કામકાજ ઓનલાઇનથી અનિવાર્ય છે, પરંતુ વધારે મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી આપણી આંખને નુકશાન થાય છે. આંખને નુકશાન ન થાય તે માટે આપેલા ઉપાયને ધ્યાનમાં રાખીને કામ કરવું જાેઈએ. કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ નામ સાંભળીને જ લાગી રહ્યું છે કે આ કોમ્પ્યુટર પર વધારે સમય સુધી કામ કરવાને કારણે ઉદભવતી આંખની સમસ્યા છે.
કોરોના વાયરસને કારણે ઓનલાઇન શિક્ષણ અને વર્ક ફ્રોમ હોમને કારણે લોકોના સ્ક્રિન ટાઇમમાં ઘણો મોટો વધારો થયો છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો ભારતમાં સરેરાશ દર વ્યક્તિ રોજ ઓછામાં ઓછા ૭ કલાક સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર કે ટેબલેટ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરે છે. કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ (સીવીએસ)ને ડિજિટલ આઇ સ્ટ્રેન પણ કહેવામાં આવે છે. કેમકે આમાં આંખો પર ખૂબ જ વધુ દબાણ આવે છે. આ સિવાય માથું દુઃખવું, ગળામાં દુઃખાવો અને ખભામાં દુઃખાવા જેવી સમસ્યા પણ થઇ શકે છે. નવસારીની રોટરી આઇ હોસ્પિટલમાં રોજના ૧૫-૨૦ લોકો આ સમસ્યાને લઇને આવતા હોય છે. સીવીએસએ કોઇ બિમારી નથી અને આ સમસ્યામાં આંખના નંબર પણ આવતા નથી. આંખ ખેંચાવી, ભારે લાગવી જેવી સમસ્યાઓ સર્જાય છે. મોડી રાત સુધી અંધારામાં મોબાઇલ કે લેપટોપનો વધુ પડતો ઉપયોગ પણ આ સમસ્યા સર્જી શકે છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper