કોંગ્રેસ 20 દિવસ માં કરશે નવા અધ્યક્ષ ની નિમણૂક , 2 કાર્યકારી અધ્યક્ષ નિમાશે , સોનિયા ગાંધી જ સંભાળશે પાર્ટી નું સુકાન

0
43

              કોંગ્રેસમાં અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલું અસમંજસ 20 દિવસમાં ખતમ થઈ જશે. રાહુલ ગાંધી કોઈપણ ભોગે અધ્યક્ષ બનાવા માટે તૈયાર નથી. પાર્ટી ગાંધી પરિવાર બહાર નવો અધ્યક્ષ પસંદ કરે એ  માટે  કોંગ્રેસ નેતાઓ  તૈયાર નથી. આ માટે નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી  છે.

સૂત્રો અનુસાર નવી ફોર્મ્યુલા પ્રમાણે આગામી 5 વર્ષ માટે સોનિયા ગાંધી જ રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. તેમની નીચે બે કાર્યકારી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવામાં આવી શકે છે.એક કાર્યકારી અધ્યક્ષ દક્ષિણ અને બીજો ઉત્તર ભારતમાંથી નીમવામાં આવે તેવી  સંભાવના છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે કર્ણાટકમાંથી મલ્લિકાર્જૂન ખડગે અને કેરળમાંથી રમેશ ચેનિથલાનું નામ આગળ દેખાઈ રહ્યું છે. ખડગે હાલ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે. તેઓ ગાંધી પરિવારની નજીક છે અને લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા રહી ચૂક્યા છે. બીજું નામ રમેશ ચેનિથલાનું છે. તેઓ કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ પણ ગાંધી પરિવારની નજીક છે.

કોંગ્રેસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત કે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટમાંથી કોઈ એકને કાર્યકારી અધ્યક્ષ બનાવવા માગે છે.  ગહેલોત અનુભવી નેતા છે અને કેન્દ્રમાં ઘણીવાર મંત્રી રહી ચૂક્યા છે.ગહેલોત ત્રણવાર પ્રદેશ અધ્યક્ષ, ત્રણવાર મુખ્યમંત્રી અને ઘણા રાજ્યોના પ્રભારી રહી ચૂક્યા છે. એમની સામે બીજુ નામ નાનું લાગે. જોકે મુખ્યમંત્રીનું પદ છોડી તેઓ દિલ્હી જાય તેવી સંભાવના ઘણી ઓછી છે.

આગામી 7 સપ્ટેમ્બરથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ કાશ્મીરમાં પૂરી  થશે. તે આગામી છ મહિના ચાલશે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ભાગ લેશે. તેનું સમગ્ર ધ્યાન યાત્રાને  સફળ બનાવવા પર રહેશે.ભારત જોડો યાત્રા 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી નિકળશે. આ દરમિયાન તે 3500 કિલોમીટરનું અંતર કાપશે. 80 વર્ષ પહેલા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું. તેઓએ 5 વર્ષ પછી દેશને આઝાદી અપાવી હતી. આ રીતે જ કોંગ્રેસ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરવામાં આવનાર છે.

કોંગ્રેસની અંદર એક જૂથ રાહુલ ગાંધીનો વિરોધ કરે છે. આ જૂથ નથી ઈચ્છતું કે તેઓ પાર્ટીના અધ્યક્ષ બને. અધ્યક્ષ બનતા આ જૂથ રાહુલનો વિરોધ કરી શકે છે. આનાથી ભવિષ્યમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે  મુસીબત ઊભી શકે છે. 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીગઢમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ તેમણે  ઓછી બેઠકો મળી હતી.

રાહુલ માત્ર બે વર્ષ કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા છેલ્લા ત્રણ વર્ષથી સોનિયા ગાંધી અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે.

છેલ્લા 24 વર્ષથી ગાંધી પરિવાર જ   કોંગ્રેસ પદનું સુકાન  સંભાળે છે. 1998થી 2007 સુધી પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી રહ્યા. ત્યાર પછી 2017માં રાહુલ ગાંધીને સુકાન  આપવામાં આવ્યું. ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસની જીત થઈ હતી. 2019માં કોંગ્રેસ સતત બીજીવાર લોકસભા ચૂંટણી હારી. રાહુલે હારની જવાબદારી લઈ પોતાનું પદ છોડી દીધું હતું.

2023 સુધી ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક સહિત 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 2024માં લોકસભા ચૂંટણી યોજાશે. આ વાતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પોતાનો દરેક કાર્યક્રમ તૈયાર કરવા ઈચ્છે છે. જેનાથી પાર્ટીમાં માહોલ તૈયાર થાય, અમુક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર સત્તા ઉપર પરત આવે. ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર ફરી આવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here